આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર મહેસાણા
ઉત્તર ગુજરાતમાં 5000થી વધુ શિક્ષકોએ જિલ્લા મથકો પર પગારમાં વિસંગતતા સહિત મુદ્દે સોમવારે એક દિવસ પ્રતિક ઉપવાસ કરી પ્રદર્શન કર્યુ હતું. માંગણીઓ પુર્ણ નહી થાય તો આગામી 15-16મી તારીખે ગાંધીનગરમાં ધરણાની ચિંમકી ઉચ્ચારી છે. પ્રતિક ઉપવાસ સ્થળે શિક્ષકોને વર્ગમાં રહેવા દો, વધારાના કામોમાંથી મુક્તિ આપો સહિતના બેનરો જોવા મળ્યા હતા.

mehsana siksako dharna
મહેસાણા જિલ્લા પંચાયત કચેરી આગળ શિક્ષકો દ્વારા ધરણા યોજાયા હતા. 1997થી શિક્ષકોની ભરતી થઇ હતી. તેમને પુરતો પગાર મળતો નથી. જ્યારે 2006થી ભરતી થયેલ શિક્ષકોને પુરો પગાર અપાય છે. પગારમાં વિસંગતાને લઇ આક્રોશ છે.
આ ઉપરાંત ત્રીપલ સીની પરિક્ષા પાસ કર્યા હોય તેમને મુળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ આપવા , સમાન કામ સમાન વેતનની માંગ, જુની પેન્સન યોજના લાગુ કરવી, છટ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દુર કરવી, શિક્ષણ સિવાયની કામગીરી નહી કરાવવા માંગ, એચ ટાટના આરઆર નક્કી કરવા સહિતની માંગ સાથે મહેસાણા જિલ્લાના 800થી વધુ શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાંથી 5000થી વધુ શિક્ષકો ધરણા પર બેઠા હતા.
આગામી 15-16મી તારીખે ગાંધીનગરમાં દરેક જિલ્લાના શિક્ષકો ભેગા થઇ પોતાની પડતર માંગણીઓ મુદ્દે ધરણા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code