આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ 

ગત ચોમાસું નિષ્ફળ રહેતાં ખેડૂતો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. જેથી દિવસેને દિવસે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

ચાલું વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે. કૂવા સુકાઈ ચૂક્યા છે, ટ્યૂબવેલમાં પાણી નથી અને સુક્કીભઠ કેનાલોથી ખેડૂતોની રવિ સીઝન ખરાબ થઇ છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, કદાચ ઘણા બધા વર્ષો પછી આટલા મોટા વિસ્તારમાં ખેતીની જમીન ખેડ્યા વગર પડી રહી છે.

શિયાળા દરમિયાન ખેડૂતો ઉત્તર ગુજરાતમાં ચોખા, ઘઉં, ચણા, મેથી, જીરું અને મકાઈનું વાવેતર કરતા હોય છે. જોકે, જીરું અને મેથીનું વાવેતર કરનારા ખેડૂતોને મોટો માર નહી પડે પરંતુ અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતો આ વખતે રવીપાકના ઉત્પાદનમાં ભારે નુકશાની વેઠે તેમ છે. પાટણ જીલ્લાના ચાણસ્મા પંથકમાં નર્મદા નદીની નહેરોના કમાન્ડ વિસ્તાર આવેલો છે. નર્મદાની કૅનાલ દ્રારા બ્રાહ્મમણવાડા અને તેની આસપાસનાં 22 જેટલાં ગામોના 70 જેટલાં નાનાંમોટાં તળાવો ભરાય છે.આ તળાવોના પાણીના ઉપયોગ બાબતે ખેડુતોએ આક્ષેપ કર્યા હતા કે, “સરકારે વાયદો કર્યો હતો કે આ વિસ્તારને પાણી મળશે, માટે અમે શિયાળુ પાક વાવી દીધો હતો.””જોકે, પછી પાણી ન મળતાં પાક સુકાઈ ગયો અને ઘણા ખેડૂતો દેવાદાર થઈ ગયા.”આ બાબતે ઉત્તર ગુજરાતના ખેડુતોમાં સરકાર પત્યે ભારે રોષ જોવા મળી રહયો છે. સાથે-સાથે પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ વારંવાર બનતા ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code