ઉત્તર ગુજરાત: મોડી સાંજે ભારે વરસાદથી જનજીવન પર અસર, ખેડૂતોમાં આનંદ

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી ( ભૂરાજી ઠાકોર) મંગળવારે મોડી સાંજે અચાનક ઉત્તર ગુજરાત ના વાતાવરણ માં પલટો આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા માં મોડીસાંજે વરસાદી ઝાપટા પડયા હતા. પાટણમાં મોડી સાંજે આવેલ ભારે વરસાદથી જનજીવન પર અસર વર્તાઈ છે. પાટણ માં રાત્રે ૮ વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો જેને લઇ ટ્રાફિક જામ ના
 
ઉત્તર ગુજરાત: મોડી સાંજે ભારે વરસાદથી જનજીવન પર અસર, ખેડૂતોમાં આનંદ

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી ( ભૂરાજી ઠાકોર)

મંગળવારે મોડી સાંજે અચાનક ઉત્તર ગુજરાત ના વાતાવરણ માં પલટો આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા માં મોડીસાંજે વરસાદી ઝાપટા પડયા હતા.

પાટણમાં મોડી સાંજે આવેલ ભારે વરસાદથી જનજીવન પર અસર વર્તાઈ છે. પાટણ માં રાત્રે ૮ વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો જેને લઇ ટ્રાફિક જામ ના દશ્યો જોવા મળ્યા હતા.

મહેસાણાના બહુચરાજી માં વાતાવરણ માં એકાએક આવ્યો પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થયો શરૂ થતાં જનજીવન પર અસર જોવા મળી હતી. ઉત્તર ગુજરાત માં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.