ઉત્તર ગુજરાતઃ મેહુલીયો મન મુકી વરસ્યો, કડીમાં રેકોર્ડબ્રેક 12 ઈંચથી જળબંબાકાર

અટલ સમાચાર, મહેસાણા વધુ 2 દિવસ અતિભારે વરસાદ આગાહીને લઈ તંત્ર ખડેપગે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના કુલ 33 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 108.4 ઇંચ ખાબક્યો હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં શુક્રવારે સમી સાંજે ધમાકેદાર રાઉન્ડ ચાલુ કર્યો હતો. સાર્વત્રિક વરસાદ વચ્ચે હજુ રવિવાર સુધી મેઘરાજા નોનસ્ટોપ બેટીંગ કરવાની હવામાન ખાતાનો ગંભીર રીપોર્ટ સામે
 
ઉત્તર ગુજરાતઃ મેહુલીયો મન મુકી વરસ્યો, કડીમાં રેકોર્ડબ્રેક 12 ઈંચથી જળબંબાકાર

અટલ સમાચાર, મહેસાણા

વધુ 2 દિવસ અતિભારે વરસાદ આગાહીને લઈ તંત્ર ખડેપગે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના કુલ 33 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 108.4 ઇંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં શુક્રવારે સમી સાંજે ધમાકેદાર રાઉન્ડ ચાલુ કર્યો હતો. સાર્વત્રિક વરસાદ વચ્ચે હજુ રવિવાર સુધી મેઘરાજા નોનસ્ટોપ બેટીંગ કરવાની હવામાન ખાતાનો ગંભીર રીપોર્ટ સામે આવ્યો છે. શુક્રવારથી શનિવાર સવારે ૬ વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં મેહુલીયો મહેરબાન થયો છે. નદી-નાળા અને ખેતરો ઉભરાઈ ગયા છે. કડીમાં 12 ઈંચની ધમાકેદાર એન્ટ્રી સાથે રેકોર્ડબ્રેક સર્જાયો છે. જ્યારે બનાસકાંઠાના થરાદમાં યુવક દશામાની મૂર્તિ પધરાવવા જતાં ડૂબી જવાથી મોત થયું છે.

ઉત્તર ગુજરાતઃ મેહુલીયો મન મુકી વરસ્યો, કડીમાં રેકોર્ડબ્રેક 12 ઈંચથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં 2017 બાદ 2 વર્ષે એન્ટ્રીથી પાણી-પાણી થઈ ગયું છે. સૌથી વધુ ખુશી મહેસાણા જીલ્લામાં છે. જયાં તમામ તાલુકામાં 46.5 ઇંચ ખાબક્યો છે. આ સાથે પાટણ જિલ્લાના તમામ તાલુકામાં 35.20 ઈંચ જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 26.75 ઈંચ વરસાદી આંકડા ડીઝાસ્ટર કચેરીના રીપોર્ટમાં નોંધાયા છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

ઉત્તર ગુજરાતઃ મેહુલીયો મન મુકી વરસ્યો, કડીમાં રેકોર્ડબ્રેક 12 ઈંચથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના કુલ 33 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 108.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે. આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહીથી ઉત્તર ગુજરાતનું તંત્ર સાબદુ બન્યું છે. મહેસાણા જિલ્લા તંત્રએ વહિવટી વિભાગને ખડેપગે રહેવા આદેશ આપી દીધા છે.

મહેસાણા જીલ્લામાં શુક્રવારથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા (મીમી)

કડી-301
ઊંઝા-57
ખેરાલુ-30
જોટાણા-210
બેચરાજી-42.82
મહેસાણા-168
વડનગર-30
વિજાપુર-157
વિસનગર-57
સતલાસણા-62
કુલઃ 1,115 (મીમી) (46.45 ઈંચ)

બનાસકાંઠા જીલ્લામાં શુક્રવારથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો (મીમી)

અમીરગઢ-40
ભાભર-77
દાંતા-46
દાંતીવાડા-71
ધાનેરા-32
દિયોદર-62
લાખણી-52
સુઈગામ-41
ડીસા-55
કાંકરેજ-39
પાલનપુર-38
થાદ-41
વાવ-11
વડગામ-37
કુલઃ 642 (મીમી) (26.75 ઈંચ)

પાટણ જીલ્લામાં શુક્રવારથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા (મીમી)

પાટણ-104
સિદ્ધપુર-51
સરસ્વતી-140
ચાણસ્મા-36
હારીજ-175
સમી-128
શંખેશ્વર-90
રાધનપુર-66
સાંતલપુર-55
કુલઃ 845 (મીમી) (35.20 ઈંચ)

(તસ્વીરોઃ અટલ સમાચાર ઉત્તર ગુજરાત ટીમ)