ઉત્તર ગુજરાતમા વાદળો છવાતા ખેડૂતો ચિંતિત, દિલ્હીમાં ભર શીયાળે ચોમાસુ માહોલ

અટલ સમાચાર ડેસ્ક ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઠંડા પવનો ફુકાતા વાહન ચાલકોને પણ સવારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે બીજી તરફ ભર શિયાળે દિલ્હીમાં વરસાદી ઝાપટા પડતા વાહનચાલકોને દિવસે લાઇટો ચાલુ રાખવી પડી હતી. દિલ્હીમાં આજે વહેલી સવારથી જ શિયાળે ચોમાસુ જેવો માહોલ છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં
 
ઉત્તર ગુજરાતમા વાદળો છવાતા ખેડૂતો ચિંતિત, દિલ્હીમાં ભર શીયાળે ચોમાસુ માહોલ

અટલ સમાચાર ડેસ્ક

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઠંડા પવનો ફુકાતા વાહન ચાલકોને પણ સવારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે બીજી તરફ ભર શિયાળે દિલ્હીમાં વરસાદી ઝાપટા પડતા વાહનચાલકોને દિવસે લાઇટો ચાલુ રાખવી પડી હતી.

ઉત્તર ગુજરાતમા વાદળો છવાતા ખેડૂતો ચિંતિત, દિલ્હીમાં ભર શીયાળે ચોમાસુ માહોલ

દિલ્હીમાં આજે વહેલી સવારથી જ શિયાળે ચોમાસુ જેવો માહોલ છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લીધે દીવસે પણ રસ્તા પર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી હતી. દિલ્હી-NCRમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. લો વિઝિબિલિટીને પગલે દિલ્હી તરફ જતી 10 ટ્રેનો મોડી ચાલી રહી છે. કાળા ડીબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા અને સવારે 9 વાગ્યે પણ રાત જેવો અંધકાર જોવા મળ્યો છે. માર્ગ પરથી પસાર થતી ગાડીઓમાં લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બેવડીઋતુનો અનુભવ દિલ્હીવાસીઓને થયો છે.

જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાં વાદળો છવાયા હતા. જેને લઇને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. માવઠુ થાય તો ખેતી પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે.