આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી સામાજીક સરોકારનું વાતાવરણ ચરમસીમાએ પહોંચ્યુ છે. નાના-મોટા દરેક સમાજ જાગૃતિ લાવવા-એકતા વધારવા સહિતના કારણોસર સ્નેહમિલનો ગોઠવી રહયા છે.
રવિવારે બ્રાહ્મણ,પ્રજાપતિ,ઠાકોર અને પટેલ સમાજના સંમેલનો યોજાયા હતા. જેમાં સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

પાટણ જીલ્લાના લણવા નજીક પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં નીતિન પટેલ સહિતના આગેવાનોએ કુરિવાજો દૂર કરવા,બેટી બચાવો-બેટી પઢાઓ,સામાજીક એકતા સહિતના મુદાઓ પર ચર્ચા કરી હતી.
આ તરફ પાટણ-ડીસા હાઇવે નજીક બ્રાહ્મણ સમાજનું સ્નેહમિલન યોજાયુ હતુ. જેમાં ટુંકાગાળામાં નાની બચતથી કેડીટ સોસાયટી બનાવવાની સફર અને સામાજીક એકતા ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ ઠાકોર સમાજ ઘ્વારા બેઠકોનો દોર શરૂ કરી શિક્ષણ,રોજગારી મુદે પ્રયાસો કરવા ઉપર મંથન કરવામાં આવ્યું હતુ.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં નાના-મોટા સમાજ ઘ્વારા સંગઠન મજબુત કરવાથી લઇ શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ વધવા માટેની ગતિવિધિ તેજ બની છે.આવા સંજોગોમાં સામાજીક ઢાંચો મજબુતાઇ પકડી રહયો છે.

19 Oct 2020, 3:22 AM (GMT)

COVID-19 Global Stats

40,392,977 Total Cases
1,119,840 Death Cases
30,171,499 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code