ઉત્તર ગુજરાત: વિવિધ આંદોલનની અસર કડડડભુસ, ભાજપ વન-વે

અટલ સમાચાર,મહેસાણા દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ પર સૌ કોઇની નજર છે. ઉત્તર ગુજરાતમાં વિવિધ આંદોલનની અસર જાણે ભુસાઇ ગઇ હોય તેમ ભાજપ વન-વે ચાલી રહયુ છે. હાલ ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જઇ રહી હોવાથી કોંગ્રેસ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલને સૌથી મોટી અસર થઇ રહી છે. મહેસાણા લોકસભા સીટ
 
ઉત્તર ગુજરાત: વિવિધ આંદોલનની અસર કડડડભુસ, ભાજપ વન-વે

અટલ સમાચાર,મહેસાણા

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ પર સૌ કોઇની નજર છે. ઉત્તર ગુજરાતમાં વિવિધ આંદોલનની અસર જાણે ભુસાઇ ગઇ હોય તેમ ભાજપ વન-વે ચાલી રહયુ છે. હાલ ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જઇ રહી હોવાથી કોંગ્રેસ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલને સૌથી મોટી અસર થઇ રહી છે.

મહેસાણા લોકસભા સીટ

મહેસાણા લોકસભા બેઠકમાં અનામત આંદોલનના પાટીદારો ભાજપને હરાવી દેવાની વાત કરતા હતા. જોકે હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચેના જંગમાં રસાકસી પુર્ણ થઇ ગઇ છે. બપોરના 03:10 સુધી ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલને 2,35,248 મત કોંગ્રેસના ઉમેદવાર એ જે પટેલને 1,42,182 મત મળ્યા છે. આથી ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે.

પાટણ લોકસભા સીટ

પાટણ લોકસભા બેઠક ઉપર પાટીદાર અને ઠાકોર મતદારોનું પભુત્વ છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને 03:10 સુધી 5,66,112 મત ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,03,592 મત મળ્યા છે. એટલે કે, દોઢ લાખથી વધુની લીડ સાથે ભાજપના ઉમેદવાર સરળતાથી જીતી રહયા છે. મહેસાણા કરતા પાટણ ભાજપના ઉમેદવારને વધુ લીડ મળે તેમ છે.

બનાસકાંઠા લોકસભા સીટ

બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે કાંટે કી ટકકર માનવામાં આવતી હતી. જોકે, ભાજપના ઉમેદવાર પરબત પટેલને 03:10 સુધી 4,18,782 મત ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને માત્ર 1,76,674 મત મળ્યા છે. અપક્ષ ઉમેદવાર અને ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને માત્ર 30,065 મત મળ્યા છે. આંકડાઓ જોતા બનાસકાંઠામાં પણ ભાજપ વન-વે ચાલી રહી છે.

સાબરકાંઠા લોકસભા સીટ

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડને 03:10 સુધી 4,94,250 મત ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 3,09,249 મત મળ્યા છે. આથી ઓબીસી અને જનરલ મતદારોના દબદબાવાળી સાબરકાંઠા બેઠક ઉપર ફરી એકવાર મોટી લીડ સાથે ભાજપના ઉમેદવાર જીતી રહયા છે.