ઉત્તર ગુજરાતઃ બે કદાવર ઠાકોર નેતાને લઈ ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ત્રણ તીર એક નિશાન

અટલ સમાચાર, મહેસાણા (કુલદીપ જાડેજા) રાજ્યસભાની ચૂંટણી માટે જુગલ ઠાકોરને ટિકીટ આપીને ભાજપે જોરદાર માસ્ટરસ્ટ્રોક માર્યો છે. તો આ તરફ અલ્પેશ ઠાકોરને ભાજપમાં મંત્રી પદ આપવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જો આમ થાય તો સુપ્રીમ કોર્ટે બે બેઠકોની એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની અરજીનો અસ્વીકાર કરતાં ભાજપે બંને બેઠકો કથિત રીતે પોતાને
 
ઉત્તર ગુજરાતઃ બે કદાવર ઠાકોર નેતાને લઈ ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ત્રણ તીર એક નિશાન

અટલ સમાચાર, મહેસાણા (કુલદીપ જાડેજા)

રાજ્યસભાની ચૂંટણી માટે જુગલ ઠાકોરને ટિકીટ આપીને ભાજપે જોરદાર માસ્ટરસ્ટ્રોક માર્યો છે. તો આ તરફ અલ્પેશ ઠાકોરને ભાજપમાં મંત્રી પદ આપવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જો આમ થાય તો સુપ્રીમ કોર્ટે બે બેઠકોની એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની અરજીનો અસ્વીકાર કરતાં ભાજપે બંને બેઠકો કથિત રીતે પોતાને નામે કરી લીધી છે. આ રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બે કદાવર નેતાને લઈ ભાજપે ક્ષત્રિય વોટબેંક પર લાંબી ઈનીંગ રમવાની ગણતરી માંડી દીધી છે. આમ એક સાથે ત્રણ તીરથી એક નિશાન તાક્યું છે.

ઉત્તર ગુજરાતઃ બે કદાવર ઠાકોર નેતાને લઈ ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ત્રણ તીર એક નિશાન
file photo

એક એવી ચર્ચા ચાલી રહી છે કે, જુગલ ઠાકોરનું વર્ચસ્વ વધારી અલ્પેશનું કદ ઘટાડવાની ભાજપની ચાલ છે. પરંતુ સૂત્રોનું માનીએ તો ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં ઠાકોર સેના બનાવ્યા બાદ અલ્પેશ ઠાકોર સમાજના યુવા નેતા તરીકે ઝડપથી ઉભરી આવ્યો છે. જેથી ભાજપ ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા મતદારોને રીઝવવા ભરપુર પ્રયાસ કરશે. અને આવનારા સમયમાં અલ્પેશ ઠાકોરને કોઈપણ પદે રાજ્ય સરકારમાં સમાવેશ કરી લેશે.

ઉત્તર ગુજરાતઃ બે કદાવર ઠાકોર નેતાને લઈ ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ત્રણ તીર એક નિશાન

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે કેટલાક મતભેદોને લઇને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. હવે ભાજપમાં જોડાય એવી સંભાવનાઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. આ તરફ જુગલ ઠાકોરને રાજ્યસભાની ટિકીટ આપી દીધી છે. હવે ઉત્તર ગુજરાતમાં લાંબી ઈનીંગ રમવા અલ્પેશ ઠાકોર સાથે ભાજપ પાર્ટી કેવા પાસા ફેંકે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે.

જુગલ ઠાકોર અને અલ્પેશ ઠાકોર ભાજપ માટે કેમ મહત્વના?

જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સહિત બક્ષીપંચ સમાજમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. આમ જુગલજી ઠાકોરનો પરિવાર દાનવીર ભામાશા તરીકે ઓળખ ધરાવે છે, સાથે સાથે ઠાકોર સમાજમાં સારી પકડ ધરાવે છે. અને પાર્ટી માટે ઘણી મહેનત અને અનુભવને લઈ જુગલજીને મહત્વ આપ્યું છે.

ઉત્તર ગુજરાતઃ બે કદાવર ઠાકોર નેતાને લઈ ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ત્રણ તીર એક નિશાનજ્યારે આ તરફ અલ્પેશ ઠાકોર સમાજના યુવાઓ માટે સમાજનો હીરો બની ચુક્યો છે. જ્યારે સમાજમાં શિક્ષણ, વ્યસન, સમાજ ઉન્નતી જેવા મુદ્દાઓને પોતાનો અવાજ ઉઠાવી ઠાકોર સમાજમાં આગવી ઓળખ પ્રસ્થાપીત કરી દીધી છે. જેથી સમાજના લોકો પણ અલ્પેશને યુવા નેતાના રૂપમાં જોઈ રહ્યો છે. જેથી કરી ઠાકોર સમાજ પણ અલ્પેશનું સામાજીક અને રાજકીય નેતૃત્વ આગળ વધારવા મોટી સંખ્યામાં તેની સભાઓમાં હાજર રહી અલ્પેશની પડખે હોવાનું બતાવી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બે નેતાઓને કેન્દ્ર સ્થાને રાખી ભાજપ ઠાકોર સમાજને લઈ ભાવિ રણનીતિ ઘડી રહ્યું છે.