ઉત્તર ગુજરાત: ઋતુકાળમાં 10 દિવસ પુર્વે ચોમાસાની વિધિવત શરૂઆત

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદનું વિધિવત આગમન થઇ ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15 જૂને શરૂ થનારા ચોમાસાની આજે વિશ્વ પર્યાવરણ દિવસ શરૂઆત થઈ ગઈ છે. આજે બપોર બાદ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આજે વિશ્વ
 
ઉત્તર ગુજરાત: ઋતુકાળમાં 10 દિવસ પુર્વે ચોમાસાની વિધિવત શરૂઆત

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદનું વિધિવત આગમન થઇ ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15 જૂને શરૂ થનારા ચોમાસાની આજે વિશ્વ પર્યાવરણ દિવસ શરૂઆત થઈ ગઈ છે. આજે બપોર બાદ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાત: ઋતુકાળમાં 10 દિવસ પુર્વે ચોમાસાની વિધિવત શરૂઆત

આજે વિશ્વ પર્યાવરણ દિવસે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. જેમાં અગાઉ હવામાન વિભાગે 15 જૂનથી ગુજરાત માં ચોમાસું બેસશે તેવી આગાહી કરી હતી. પરંતુ આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે જ ચોમાસાની શરૂઆત થઈ છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ થી વિધિવત શરૂઆત થઈ છે.

ઉત્તર ગુજરાત: ઋતુકાળમાં 10 દિવસ પુર્વે ચોમાસાની વિધિવત શરૂઆત
File Photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના વાવ, થરાદ, લાખણી, કંસારી, વાવ સુઇગામ, ભાભર, ડીસા, પાટણ જિલ્લાના ચાણસ્મા અને મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે જોરદાર વરસાદે એન્ટ્રી કરી છે. ગરમી અને ઉકળાટ વચ્ચે બપોર બાદ પવન સાથે વરસાદ આવતા લોકોએ રાહત અનુભવી હતી.