ઉત્તર ગુજરાતમાં દારુની રેલમછેલઃ રાધનપુરથી 28.50 લાખના દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ

અટલ સમાચાર, ભગવાન રાયગોર પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ નાઓની સૂચના આધારે જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નરપતસિંહ અને મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ રાધનપુર ભાભર ત્રણ રસ્તા ઉપર પેટ્રોલિંગમાં કરી રહ્યા હતા. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભાભર તરફથી એક આઇસર ગાડીમાં એક ઈસમ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ
 
ઉત્તર ગુજરાતમાં દારુની રેલમછેલઃ રાધનપુરથી 28.50 લાખના દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ

અટલ સમાચાર, ભગવાન રાયગોર

પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ નાઓની સૂચના આધારે જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નરપતસિંહ અને મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ રાધનપુર ભાભર ત્રણ રસ્તા ઉપર પેટ્રોલિંગમાં કરી રહ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં દારુની રેલમછેલઃ રાધનપુરથી 28.50 લાખના દારૂ ભરેલ ટ્રક ઝડપાઈઆ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભાભર તરફથી એક આઇસર ગાડીમાં એક ઈસમ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી રાધનપુર તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નાકા બંધી કરી ભજનારામ લાડુરામ વિશ્નોઈ રહે.સંઘડવા-રાજસ્થાનવાળાને આઈશર ટ્રકમા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ 28,560 કિ..રૂ.28,56,000/- મો.ફોન.1 કિ.રૂ.1000 તથા ગાડીની કિ.રૂ.10,00,000 મળી કુલ રૂ.38,57,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.  આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે. જેની પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.