File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવથી ઠંડીનો પારો વધવાની શક્યતા છે.

રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પ્રવર્તતા પૂર્વના ઠંડા પવનની અસરોથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે અને રાજ્યનાં 6 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. બુધવારે 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું.હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઘટીને 27.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડીને 11.2 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે, છેલ્લા બે દિવસ કરતાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવા છતાં બેઠી ઠંડીને લીધે લોકોએ દિવસ દરમિયાન ઠંડકનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનની અસરોથી ઓખાને બાદ કરતાં રાજ્યનાં તમામ શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. તેમાંય રાજ્યનાં 6 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. કોલ્ડવેવથી ઠંડી વધવાની શક્યતા છે.આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવથી ઠંડીનો પારો વધવાની શક્યતા છે.

27 Sep 2020, 5:45 AM (GMT)

COVID-19 Global Stats

33,199,121 Total Cases
1,000,556 Death Cases
24,523,328 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code