File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ઉત્તર પૂર્વના પવન ફંકાવાના કારણે રાજ્યમાં ગુરુવારે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે જતાં લોકો થર થર ધ્રૂજી ઉઠ્યા હતા. સૌથી વધુ ઠંડી પાટનગર ગાંધીનગરમાં 11.4 ડિગ્રી નોંધાઇ હતી. કાશ્મીરમાં હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ડિસેમ્બર અંતમાં તો હાડ થીજાવતી ઠંડી પડશે તે નક્કી વાત છે.

અમદાવાદમાં ગુરુવારે 12.4 ડિગ્રી ઠંડી નોંધાતા લોકોને સવારથી ગરમ કપડાંમાં લપેટાવાની ફરજ પડી હતી. સવારથી જ ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. તે સિવાય ડીસામાં પણ 12.4 ડિગ્રી વલસાડમાં 12.6 ડિગ્રી અમરેલીમાં 13.1 ડિગ્રી રાજકોટમાં 13.3 ડિગ્રી નલિયામાં 13 ડિગ્રી તાપાન નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી પ્રવર્તી રહેલી ઠંડીની સ્થિતિમાં ગુરુવાર રાત્રિ દરમિયાન વધારો નોંધાયો હતો. અને સમગ્ર પંથકમાં પારો સીધો ત્રણ ડિગ્રી નીચે ઉતરી જતાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code