નોટીસ@મહેસાણા: સરપંચના પતિ વહીવટ કરતા હોવાની વિડીયો સાથે રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના લાખવડ ગામે મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાની રજૂઆત વિડીયો સાથે કરવામાં આવી છે. સીડી સ્વરૂપમાં વિડીયો અને તેની સાથેની રજૂઆત જોઇ તાલુકા વિકાસ અધિકારીએ તલાટી અને સરપંચને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. રજૂઆતકર્તાની વિગતો મુજબ પ્રાથમિક તબક્કે યોગ્ય જણાતા ટીડીઓ દ્રારા દિન-7 માં ખુલાસો રજૂ કરવા આદેશ થયો છે.
 
નોટીસ@મહેસાણા: સરપંચના પતિ વહીવટ કરતા હોવાની વિડીયો સાથે રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના લાખવડ ગામે મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાની રજૂઆત વિડીયો સાથે કરવામાં આવી છે. સીડી સ્વરૂપમાં વિડીયો અને તેની સાથેની રજૂઆત જોઇ તાલુકા વિકાસ અધિકારીએ તલાટી અને સરપંચને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. રજૂઆતકર્તાની વિગતો મુજબ પ્રાથમિક તબક્કે યોગ્ય જણાતા ટીડીઓ દ્રારા દિન-7 માં ખુલાસો રજૂ કરવા આદેશ થયો છે. આ સાથે જો ખુલાસો રજૂ નહિ કરવામાં આવે તો જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે.

નોટીસ@મહેસાણા: સરપંચના પતિ વહીવટ કરતા હોવાની વિડીયો સાથે રજૂઆત

મહેસાણા તાલુકાના લાખવડ ગામના મહિલા સરપંચ સવિતાબેન પ્રહલાદભાઇ પટેલ છે. જોકે ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પ્રહલાદભાઇ પટેલ કરતા હોવાની રજૂઆત થઇ છે. ગ્રામ પંચાયત સભ્ય જ્યોત્સનાબેન બચુભાઇ પટેલે વિડીયો સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જેથી ટીડીઓ દ્રારા સરપંચ અને તલાટીને દિન-7માં ખુલાસો કરી પોતાનો પક્ષ મુકવા નોટીસ ફટકારતા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરજદાર પંચાયતના સભ્ય હોઇ મિટીંગ દરમ્યાન ઉપસ્થિત રહીને સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો વિડીયો મેળવી લીધો છે. આથી તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર બાબતે અભ્યાસ કરી તલાટી અને સરપંચને ખુલાસો પુછ્યો છે. જો સાત દિવસમાં ખુલાસો રજૂ નહિ થાય તો પંચાયત અધિનિયમની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવા જીલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત કરવાનુ પણ જણાવ્યુ છે. આવી સ્થિતિમાં તાલુકાના અન્ય ગામોમાં મહિલા સરપંચ અને તેમના પતિ ગ્રામ પંચાયતના વહીવટ બાબતે જાગૃત બન્યા છે.