જાહેરનામુઃ ગુજરાત લોકસભાની 26, વિધાનસભાની 5 બેઠકો માટે 4 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે

અટલ સમાચાર, મહેસાણા દેશમાં લોકસભા ચુંટણી પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ગુજરાત ચુંટણીમાં લોકસભા સાથે વિધાનસભા ચુંટણી પણ યોજાશે. જે માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. ત્યારે 26 લોકસભા સાથે 5 વિધાનસભાની ચુંટણીઓ આગામી સમયે યોજાશે. જેમાં ઉત્તર ગુજરાતની ઊંઝા બેઠકનો પણ સમાવેશ કરાયો છે. અને 4 એપ્રિલ સુધીમાં આ બેઠકો ઉપરના મુરતિયાઓ સામે આવી
 
જાહેરનામુઃ ગુજરાત લોકસભાની 26, વિધાનસભાની 5 બેઠકો માટે 4 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે

અટલ સમાચાર, મહેસાણા

દેશમાં લોકસભા ચુંટણી પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ગુજરાત ચુંટણીમાં લોકસભા સાથે વિધાનસભા ચુંટણી પણ યોજાશે. જે માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. ત્યારે 26 લોકસભા સાથે 5 વિધાનસભાની ચુંટણીઓ આગામી સમયે યોજાશે. જેમાં ઉત્તર ગુજરાતની ઊંઝા બેઠકનો પણ સમાવેશ કરાયો છે. અને 4 એપ્રિલ સુધીમાં આ બેઠકો ઉપરના મુરતિયાઓ સામે આવી જશે.

રાજયની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે તથા વિધાનસભા 5 બેઠકોમાં ઉત્તર ગુજરાતની ઊંઝા તેમજ ગુજરાતની તાલાળા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને હળવદની પેટાચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થયું છે. 4 એપ્રિલ સુધીનો સમય ઉમેદવારી પત્ર રજુ કરવા માટેનો છે, આચાર-સંહિતા અને ખર્ચના નિરીક્ષણ માટે ટુકડીઓ સજજ થઇ ગઇ છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ હજુસુધી બધા ઉમેવારોના નામ જાહેર કર્યા નથી. ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

ચૂંટણીને લગતી વહીવટી પ્રક્રિયામાં પણ ગતી આવી છે. રાજકીય પક્ષોના ઉમેદવારો છેલ્લા બે દિવસોમાં જ ઉમેદવારી કરે તેવી ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારીની, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦મીટરના પરિઘમાં આવતા દેવાતા ઉમેદવારનાં વાહનોની કે તેમની સાથે આવેલી વ્યકિતોઓના વાહનોની સંખ્યા મર્યાદિત છે. ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશવા પરવાનગી આપી શકાય તેટલી વ્યકિતઓની સંખ્યા ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ સુધી મર્યાદિત છે. ઉમેદવારો સાથે વાહનો અને વ્યકિતઓની સંખ્યા-મર્યાદા અંગેની ઉકત સૂચનાનું ચુસ્ત પાલન સુનિશ્ચત કરવા નાયબ પોલીસ અધિક્ષકથી નીચે ન હોય તેવી કક્ષાના પોલીસ અધિકારીને નોડલ અધિકારી તરીકે નીમવામાં આવેલ છે તેમ રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ જાહેર કર્યુ છે.