હવે પાન-મસાલા ખાઈને થૂંકશોતો ભરવો પડશે દંડ, જાણો પુરી મહિતી

અટલ સમાચાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાન હેઠળ શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવા પાન-મસાલા ખાઈને જ્યાં ત્યા થુંકવાની આદત ધરાવતી પબ્લિક તેમજ પાન-મસાલા ગલ્લા ધરાવતા ધંધાવાળાઓ સામે તંત્ર આગામી વિવસોમાં કડક પગલા લેવાનું છે. તેમજ પાન-મસાલા ગલ્લા વાળા ઊભા રહીને પાન કે મસાલા ખાઈને તેની આજુબાજુના વિસ્તારમાં પીચકારી મારતા નાગરિકો માટે ગલ્લાવાળાને ત્યા આગળ ફરજિયાત થૂંકદાની
 
હવે પાન-મસાલા ખાઈને થૂંકશોતો ભરવો પડશે દંડ, જાણો પુરી મહિતી

અટલ સમાચાર, અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાન હેઠળ શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવા પાન-મસાલા ખાઈને જ્યાં ત્યા થુંકવાની આદત ધરાવતી પબ્લિક તેમજ પાન-મસાલા ગલ્લા ધરાવતા ધંધાવાળાઓ સામે તંત્ર આગામી વિવસોમાં કડક પગલા લેવાનું છે. તેમજ પાન-મસાલા ગલ્લા વાળા ઊભા રહીને પાન કે મસાલા ખાઈને તેની આજુબાજુના વિસ્તારમાં પીચકારી મારતા નાગરિકો માટે ગલ્લાવાળાને ત્યા આગળ ફરજિયાત થૂંકદાની મૂકવી પડશે.

ગુજરાતના અમદાવાદ સહિત સમગ્ર નાનાં-મોટાં શહેરમાં અમુક નાગરિકોમાં જાણ્યે-અજાણ્યે રસ્તા પર થૂંકવાની આદત દેખવા મળે છે. આ માણસો પોતાના સાધનમાથી પાન-મસાલા ખઆઈને તેની પીચકારી મારીને અન્ય લોકો કપડા શરીર અને બીજા વાહનોને પણ ગંદુ કરતા હોય છે અને રોડ-રસ્તા, મંદિરો, જાહેર મિલકતોની દિવાલો પણ ગંદી કરતા હોય છે. અમદાવાદના અમુક ડ્રાઈવરો પણ ચાલુ બસે બારીમાંથી પાન-મસાલા ખાઈને પીચકારીઓ મારતા હોય છે.

હવે પાન-મસાલા ખાઈને થૂંકશોતો ભરવો પડશે દંડ, જાણો પુરી મહિતી
file photo

મ્યુનિસિપલની ઓફિસોમાં પણ તેઓ સ્ટફને જાહેરમાં જ્યા ત્યા થૂંકવાની ખોટી આદતો હોય છે. આવા લોકો હોય ત્યા તમે ગમેતેવી ગમેતેટલી દીવાલો પર લખ કે પોસ્ટરો મારો અને ગમેતેવા સંદેશ આપો કે પછી લાઉડ સ્પીકર લઈને નીકળો તોભી આ લોકોમાં કોઈ અસર થતી નથી.

તેમણે પાનના ગલ્લાવાળાઓ સામે પણ લાલ આંખ કરી છે. કમિશનરના આદેશથી શહેરના સાતેય ઝોનમાં આવેલા પાન પાર્લરોને વોર્ડ વાઇઝ સર્વે શરૂ કરાયો છે. તમામ ઝોન માટે એક ટીમનું ગઠન કરી આગામી ૧પ દિવસમાં શહેરભરના પાન પાર્લરનો મોબાઇલ નંબર સાથેની યાદી તૈયાર કરાશે તેમ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા હર્ષદ સોલંકી કહે છે. આ થૂંકદાની લાલ રંગની અને અડધા ભાગમાં માટી ધરાવતી હશે. તંત્ર દ્વારા જાહેરમાં રોડ સહિતની જગ્યાઓ પર થૂંકનારા વ્યક્તિઓને પકડીને રૂ.૧૦૦થી પ૦૦નો દંડ લેવાઇ રહ્યો છે. આ ઝુંબેશ છેલ્લા ૧૦ દિવસથી આરંભાઇ હોઇ અંદાજે રૂ.૧૦ લાખ દંડ પેટે વસૂલાયા છે. ખાસ તો તંત્રએ જાહેરમાં થૂંકનારા સામે ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહનચાલકોને ફટકારાતા ઇ-મેમોની જેમ ઇ-મેમો આપવાના મામલે પણ ગંભીરતાની વિચારણા હાથ ધરી છે.

શહેરના ચાર રસ્તા સહિતના મહત્વનાં સ્થળોએ મૂકાયેલા સીસીટીવી કેમેરાની મદદથી રસ્તા પર થૂંકનારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરચાલકોને તેમની નંબર પ્લેટ અને તેના ફોટાના આધારે પકડી પડાશે. અમુક ફોર વ્હીલરચાલકો ફટાફટ ગાડીના કાચ નીચે ઉતારીને થૂંકીને કાચ પાછા ચઢાવી દેતા હોઇ સીસીટીવી કેમેરાની મદદથી આવા ફોર વ્હીલરચાલકોનો ત્રીસેક સેકન્ડનો વીડિયો પણ ગ્રાફિક તરીકે મોકલવાના મામલે તંત્રએ કવાયત હાથ ધરી છે. આ વીડિયોના કારણે થૂંકનાર ફોર વ્હીલરચાલક તંત્ર સમક્ષ પોતાનો બચાવ નહીં કરી શકે. તેમ છતાં નિયમ મુજબની દંડ ભરવાની આનાકાની કરનાર કસૂરવાર નાગરિકો સામે ‘નેમ એન્ડ શેમ’ પદ્ધતી અજમાવાશે. એટલે કે આવા લોકોના ઘરે કે ઓફિસે તંત્રની ટીમ જશે અને તેમને નજીકની મોબાઇલ કોર્ટ સમક્ષ હાજર કરાશે. આમ શહેરને વધુ ને વધુ ગંદકીમુક્ત કરવા મામલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એક વધુ નવતર પ્રયોગ આગામી દિવસોમાં અજમાવવા જઇ રહ્યા છે.