આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થેરવાડા ગામમાં નાલંદા વિદ્યાલયની એન.એસ.એસ ટીમ દ્વારા તારીખ ગત તા. 17 થી 23 જાન્યુઆરી સુધી ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સવારમાં પ્રભાત ફેરી,શ્રમદાન ,યોગ,ગ્રામ સફાઈ,દેવાલયોની આસપાસ સફાઈ, સ્વચ્છતા અભિયાન ,નાટકો, અને રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ દવે દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સવારમાં લાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોગ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરે છે. ત્યારબાદ દત્તક લીધેલ થેરવાડા ગામમાં શ્રમદાન અંતર્ગત શેરી – મહોલ્લાની સફાઈ કરે છે અને જુદી-જુદી રમતો ,નાટકો, દ્વારા ગ્રામજનોને મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડે છે.સાથે સાથે ચોમાસા દરમિયાન વવેલ વૃક્ષોને પાણીનું સિંચન કરી છોડની આજુ બાજુ વધારાનું નિંદામણ કાઢી વૃક્ષોની માવજત કરે છે. સાત દિવસની શિબિર લાલેશ્વર મહાદેવના મહંત શ્રી 108 દેવપુરી મહારાજના સાનિધ્યમાં રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code