LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર, 3 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં લોકરક્ષક દળની પરિક્ષાનું મહિલા ઉમેદવારોનું પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની મંગળવારે મોડી રાત્રે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. બોર્ડની યાદીના જણાવ્યા પ્રમાણે તારીખ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને ધ્યાનમાં રાખીને મહિલા
 
LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર, 3 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં લોકરક્ષક દળની પરિક્ષાનું મહિલા ઉમેદવારોનું પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની મંગળવારે મોડી રાત્રે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. બોર્ડની યાદીના જણાવ્યા પ્રમાણે તારીખ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે પરિણામને લીધે અગાઉ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર થવાપાત્ર છે, જેની નોંધ લેવી. ઉમેદવારો 3 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે યાદીમાં જણાવ્યા પ્રમાણે આ હંગામી પરિણામમાં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.11/03/2020 થી તા.14/03/2020 સુધીમાં ‘પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-13, સરિતા ઉધાન પાસે, સેકટર-9, ગાંધીનગર’ ખાતે કચેરી સમય દરમિયાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજૂઆત કરવાની રહેશે. આ તારીખ બાદ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણૂક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.