કચેરી@મહેસાણા: વનવિભાગના કર્મચારી ઓફીસમાં સુઇ ગયા, અરજદારે જગાડ્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લાની અલગ-અલગ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ફરજો સવારે અને બપોર બાદ અલગ-અલગ રીતે જોવા મળે છે. મહેસાણા સેવાસદનમાં આવેલી વનવિભાગની કચેરીમાં મંગળવારે બપોરે એક વાગ્યાના સુમારે કંઇક અલગ નજારો જોવા મળયો હતો. વનવિભાગના કર્મચારી ફરજ દરમ્યાન ઓફીસમાં સુઇ ગયા હતા. અચાનક કોઇ અરજદારે આવીને જગાડ્યા ત્યારે નોકરી પર હોવાનું ભાન થયુ હતુ.
 
કચેરી@મહેસાણા: વનવિભાગના કર્મચારી ઓફીસમાં સુઇ ગયા, અરજદારે જગાડ્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લાની અલગ-અલગ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ફરજો સવારે અને બપોર બાદ અલગ-અલગ રીતે જોવા મળે છે. મહેસાણા સેવાસદનમાં આવેલી વનવિભાગની કચેરીમાં મંગળવારે બપોરે એક વાગ્યાના સુમારે કંઇક અલગ નજારો જોવા મળયો હતો. વનવિભાગના કર્મચારી ફરજ દરમ્યાન ઓફીસમાં સુઇ ગયા હતા. અચાનક કોઇ અરજદારે આવીને જગાડ્યા ત્યારે નોકરી પર હોવાનું ભાન થયુ હતુ.

કચેરી@મહેસાણા: વનવિભાગના કર્મચારી ઓફીસમાં સુઇ ગયા, અરજદારે જગાડ્યા

મહેસાણા કલેકટર કચેરીમાં આવેલી નાયબ વન સંરક્ષકની કચેરીમાં વૃક્ષના રક્ષકો ઘોળા દિવસે કચેરીમાં જ આરામ ફરમાવતા હોવાના દશ્યો સામે આવ્યા છે. મંગળવારે બપોરે કચેરી પહોંચેલા એક અરજદાર કારકુન કક્ષાના કર્મચારીને ઉંઘતા જોઇ ચોંકી ગયા હતા. ફરજ દરમ્યાન અને ખાસ કરીને ચોમાસામાં વૃક્ષ વાવેતર દરમ્યાન કામના લોડ વચ્ચે કચેરીમાં જ આરામ કરી રહયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરજદારે કચેરીમાં પહોંચી કર્મચારીને જગાડ્યા બાદ પોતે નોકરી પર હોવાનું ભાન થયુ હતુ. આવી સ્થિતિમાં મહેસાણા જીલ્લાની અનેક સરકારી કચેરીઓમાં સવારે 10 થી 11 વાગે પહોંચી જતાં કર્મચારીઓ ઉંઘવાની ફરજ હોવાનું સમજી બેઠા હોય તેવું લાગી રહયુ છે.