ઓઇલચોરી@ઊંઝા: 90 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા નજીક હાઇવે રોડ પરની ખુલ્લી જગ્યામાં આવતા ટેન્કરોમાંથી ઓઇલ ચોરી થતી હોવાની વાત સામે આવી હતી. આથી મહેસાણા પોલીસની ટીમ ઘ્વારા બુધવારે મોડી રાત્રે કાર્યવાહી કરી 90 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે તસ્કર આલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મહેસાણાથી ઊંઝા હાઇવે પરના મકતુપુર નજીક થાર હોટલની
 
ઓઇલચોરી@ઊંઝા: 90 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નજીક હાઇવે રોડ પરની ખુલ્લી જગ્યામાં આવતા ટેન્કરોમાંથી ઓઇલ ચોરી થતી હોવાની વાત સામે આવી હતી. આથી મહેસાણા પોલીસની ટીમ ઘ્વારા બુધવારે મોડી રાત્રે કાર્યવાહી કરી 90 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે તસ્કર આલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

મહેસાણાથી ઊંઝા હાઇવે પરના મકતુપુર નજીક થાર હોટલની પાછળના ભાગે આવેલા પાર્કીંગની ખુલ્લી જગ્યામાં કેટલાક ખાનગી ડ્રાઈવરો ટેન્કરોમાંથી અવાર-નવાર ચોરી કરતા હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસ સ્ટાફે માણસો તથા પંચો સાથે રેડ કરતાં ટીકારામ ગણેશરામ ભેરામ જાટ, હાલ.રહે.મકતુપુર હાઈવે રોડ, થાર હોટલ મુળ રહે.છનાવાડા તા.જી.બાડમેર (રાજસ્થાન) સહિત કુલ ચાર ઈસમો ભેગા મળી એકબીજાની મદદગારી કરી ટેન્કરમાંથી પોતાના અંગત આર્થિક લાભ સારૂ ઓઈલની ચોરી કરતા પકડાઇ ગયા હતા.

મહેસાણા પોલીસે રેડ દરમ્યાન ઓઈલ ભરેલા કેરબા નંગ-6 જેમાં ઓઈલ લીટર 190 કિ.રૂ.19,000 તથા રોકડ રકમ 2180 તથા મોબાઈલ નંગ-4 કિ.રૂ.16,000, ટેન્કર નંગ-3 ઓઈલ સહિત કુલ કિ.રૂ.90,00,000 તથા પ્લાની ડોલ, નાળચુ, ખાલી કેરબા નંગ-2 મળી કુલ કિ.રૂ.90,37,180 ના મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમો વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 379,114 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.