OMG: આ ગામમાં લોકોને કોરોનાનો ડર, બળદ, ભેંસને પહેરાવી દીધા માસ્ક

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના પ્રકોપના પગલે દેશભરમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર થયા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવી રહ્યા છે. મધ્યપ્રદેશના સીહોરમાં અનોખી તસવીરો જોવા મળી હતી. કોરોના વાયરસનું સંક્રમણ પાળતું પ્રાણીઓમાં ન
 
OMG: આ ગામમાં લોકોને કોરોનાનો ડર, બળદ, ભેંસને પહેરાવી દીધા માસ્ક

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના પ્રકોપના પગલે દેશભરમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા મજબૂર થયા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવી રહ્યા છે. મધ્યપ્રદેશના સીહોરમાં અનોખી તસવીરો જોવા મળી હતી. કોરોના વાયરસનું સંક્રમણ પાળતું પ્રાણીઓમાં ન થાય તે માટે ગામના લોકોએ ગાયો-ભેંસો, બળદોને માસ્ક બનાવીને પહેરાવ્યા હતા.

OMG: આ ગામમાં લોકોને કોરોનાનો ડર, બળદ, ભેંસને પહેરાવી દીધા માસ્ક

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ચંદેરી ગામના લોકોને કોરોના વાયરસના ફેલાતા સંક્રમણથી બચવા માટે ભેંસોને માસ્ક બનાવીને પહેરાવ્યા છે. જેનાથી ઢોરઢાંખરથી કોરોના વાયરસ ગામમાં ન ફેલાય. ઢોરઢાંખરને પણ કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકયા કારણ કે અત્યારે ઘઉંનો પાક લેવામાં આવી રહ્યો છે. ગ્રામીણ બળદોને ગાડાં સાથે બાંધીને ખેતરમાં લઈ જવા માટે માસ્ક લગાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડૂત હરિસિંહના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે. ઢોરઢાંખર પણ ખરાબ ચીજો સુંઘી લે છે. આમ બીમારી ઘરોમાં ન ફેલાય અને તેનાથી બચવા માટે બળદોને માસ્ક પહેરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઢોરઢાંખર માટે મોટી સાઈઝના માસ્કની જરૂર પડે છે. આ માટે તેમણે સ્પેશિયલ માસ્ક ગામમાં તૈયાર કર્યા છે.