મંગળવારે મહે.જિલ્લાનુ ક્રાઈમ એક ક્લીકમાંઃ પોલીસ ડાયરીમાં નોંધાયેલ ફરિયાદની ટૂંકી વિગત…

અટલ સમાચાર, મહેસાણા વડસ્મામાં વાડામાં બાંધેલ ભેંસની ચોરી લાંઘણજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વડસ્માના નવા માઢમાં રહેતા ચાવડા જશવંતસિંહ વાડામાં બાંધેલ હતી. જેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગુપ્ત રીતે આવી વાડામાં બાંધેલ પાડી કિ.રુ.20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે ફરિયાદીએ લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ હેડ કોનસ્ટેબલ કરણસિંહ
 
મંગળવારે મહે.જિલ્લાનુ ક્રાઈમ એક ક્લીકમાંઃ પોલીસ ડાયરીમાં નોંધાયેલ ફરિયાદની ટૂંકી વિગત…

અટલ સમાચાર, મહેસાણા

વડસ્મામાં વાડામાં બાંધેલ ભેંસની ચોરી

લાંઘણજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વડસ્માના નવા માઢમાં રહેતા ચાવડા જશવંતસિંહ વાડામાં બાંધેલ હતી. જેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગુપ્ત રીતે આવી વાડામાં બાંધેલ પાડી કિ.રુ.20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે ફરિયાદીએ લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ હેડ કોનસ્ટેબલ કરણસિંહ મગનસિંહ ચલાવી રહ્યા છે.

વિઠોડા દૂધ ઉત્પાદક મંડળીમાંથી 86,990ની ચોરી

ખેરાલુ પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વિઠોડા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ગોડાઉનમાં ડૂબ્લીકેટ ચાવીથી અજાણ્યા ચોર ઈસમોએ તાળુ ખોલી અંદર પ્રવેશ્યા હતા. અને ગોડાઉનમાં રહેલ 15 કિલો ઘીના બે ડબ્બા કિ.રૃ.10,930, ઘીના પાઉચ 500 ગ્રામ 20 નંગ કિ.રુ.4,100 તથા રોકડ રકમ રુ.71,960 મળી કુલ રુ. 86,990ની ચોરી થઈ છે. જેની ફરિયાદ ચૌધરી અભેરાજભાઈએ નોંધાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.