કડી ખાતે બે એકસ્માતમાં એકનું મોત, બીજાને ઈજાઓ

અટલ સમાચાર, મહેસાણા કડીમાં અજાણ્યા મોટર સાઈકલની ટક્કરે બાળકીનું મોત પ્રાપ્ત માહિતી અનુસાર કડીના આદુંદરા ગામે એક અજાણ્યા મોટર સાઈકલ ચાલકે ગફલત ભરી રીતે વાહન ચલાવી દેવિપૂજક મિતાલી રામચન્દ્રને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. જેની વધુ તપાસ કડી
 
કડી ખાતે બે એકસ્માતમાં એકનું મોત, બીજાને ઈજાઓ

અટલ સમાચાર, મહેસાણા

કડીમાં અજાણ્યા મોટર સાઈકલની ટક્કરે બાળકીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર કડીના આદુંદરા ગામે એક અજાણ્યા મોટર સાઈકલ ચાલકે ગફલત ભરી રીતે વાહન ચલાવી દેવિપૂજક મિતાલી રામચન્દ્રને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. જેની વધુ તપાસ કડી પોલીસ ચલાવી રહી છે.

કડીના દેત્રોજ રોડ ઉપર એસ.ટી. ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો

કડીના ઢોરિયા ગામથી દેત્રોજ રોડ ઉપર એસ.ટી બસ નં જીજે.૧૮.વાય.૯૨૭૮ ના ચાલકે પોતાની એસ.ટી. બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી કોમલબેન સોમાભાઈ રાવળને ટક્કર મારતા કોમલને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ કરી પહોંચી હતી. તેમજ ખભા પર ફેક્ચર કરી બસ ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગે કડી પોલીસમાં ગુનો નોંધવામાં આવેલ છે.