આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ONGCના વિવિધ વેલ માટે તાજેતરમાં સિકયુરીટી ગાર્ડની ભરતીમાં કરવામાં આવી હતી. જેમાં અનેક ભલામણો વચ્ચે ONGC હેઠળની કોન્ટ્રાક્ટ કંપનીએ ગાર્ડોની યુનિટી તોડી લાગતા-વળગતાની ભરતી કરી હોવાના આક્ષેપ થયા છે. યુનિયન ઘ્વારા અવાર-નવાર થતી રજૂઆત સામે કોન્ટ્રાક્ટ કંપનીએ રાજનીતિ કરી હોદ્દેદારોના ઓળખીતાને નોકરી આપી હોવાનો આક્ષેપ ગાર્ડના નેતા હર્ષદ ચૌધરીએ કર્યો છે. સમગ્ર મામલે ONGCના સિકયુરીટી વિભાગે આંખ આડા કાન કરતા મામલો ગરમાયો છે.

મહેસાણા ONGCના સિકયુરીટી વિભાગ, કોન્ટ્રાક્ટ કંપની અને ગાર્ડ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી દોડધામ ચાલી રહી છે. સિકયુરીટી ગાર્ડના યુનિયન ઘ્વારા વિવિધ પ્રશ્નોની કોન્ટ્રાક્ટ કંપની અને ONGCના અધિકારીઓ સમક્ષ રજૂઆત થતી રહે છે. આ દરમ્યાન તાજેતરમાં R.S. સિકયુરીટી નામની કંપનીએ વધુ છ ગાર્ડની ભરતી કરતા વિવાદ વકર્યો છે.

સિકયુરીટી ગાર્ડના યુનિયન નેતા હર્ષદ ચૌધરીએ છ ગાર્ડની ભરતીમાં સેટિંગ થયુ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. યુનિયન ઘ્વારા રજૂઆતો થતી અટકે અને યુનિટી તુટે તે માટે કોન્ટ્રાક્ટ કંપનીએ કમિટિના હોદ્દેદારોના નજીકના સગાઓને નોકરી આપી દીધી છે. ગાર્ડના યુનિયન ઘ્વારા કોન્ટ્રાક્ટ કંપની સામે થતી રજૂઆતો અને ફરીયાદો બંધ કરાવવા રાજનિતી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

નિયમો બાજુ પર રાખી ભરતી કરી હોવાનો બીજો આક્ષેપ

યુનિયન નેતા હર્ષદ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, મહેસાણા ONGC અને લેબર કોર્ટ-અમદાવાદ ઘ્વારા કેટલાક વર્ષ અગાઉ ગાર્ડની ભરતી માટે જોગવાઇ નકકી થઇ હતી. તેમાં અગાઉ છુટા થયેલા અને અસરગ્રસ્ત ખેડુતોના પરિવાર પૈકીને નોકરી આપવા નકકી થયેલ છતાં હાલના છ ગાર્ડની ભરતી નિયમ બાજુ પર રાખી થઇ છે. સમગ્ર મામલો ONGCના અધિકારીઓ સુધી પહોંચી ગયો છે.

અમને નહી, કોન્ટ્રાક્ટ કંપનીને પુછો: ONGC

સમગ્ર મામલે સિકયુરીટી વિભાગના અધિકારી બજરંગ મોર્યા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ગાર્ડ સંદર્ભની બાબતો માટે કોન્ટ્રાક્ટ કંપનીને પુછો તેવું કહી ફોન કટ કરી દીધો હતો. ઉલ્લેખનિય છે કે, મેનેજરે ગંભીર સવાલોના જવાબ આપવાને બદલે હાથ અધ્ધર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

યુનિયન નેતાને વેલ ઉપરથી ઉપાડી કોલોનીમાં મુકી દીધા

છેલ્લા કેટલાક સમયથી ગાર્ડના યુનિયન અને કોન્ટ્રાક્ટ કંપની વચ્ચે તાલમેલ બગડી ગયો છે. આથી R.S. સિકયુરીટી ઘ્વારા ગાર્ડના નેતા હર્ષદ ચૌધરીને વેલ ઉપરથી સીધા જ K.D.M ભવનમાં મુકી દીધા છે. જેની સામે નારાજગી રાખી યુનિયન નેતા હાજર નહી થતા મામલો ગરમાયો છે. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટ કંપની અને ONGC હકારાત્મક વલણ નહી રાખે તો આગામી દિવસોમાં ખેડુતોના મંડળ સાથે ઉગ્ર આંદોલનની તૈયારી હોવાનું ઉચ્ચાર્યુ હતુ.

કીટ નહી લેતા ગાર્ડના પૈસા કાપતા નારાજગી

તાજેતરમાં સિકયુરીટી ગાર્ડોને કીટ આપવામાં આવી હતી. જેમાં સિકયુરીટી ગાર્ડોએ કીટ હલ્કી કક્ષાની હોવાના આક્ષેપ કર્યા હોવાથી કોન્ટ્રાક્ટ કંપનીએ તેમના પગારમાંથી રૂ.3100 કાપી લેતા ગાર્ડમાં ભારે નારાજગી જોવા મળી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code