ઓનલાઈન ઠગાઈઃ એક ફોન અને પરસેવાની કમાણી ઉપડી ગઈ, ઠગોની આ નવી જ તરકીબથી ચેતો

અટલ સમાચાર, મહેસાણા દિન-પ્રતિદિન ઓનલાઈન ઠગો દ્વારા છેતરપિંડી આચરાતી હોવાની ફરિયાદો પોલીસ મથકે નોંધાતી રહે છે. ઈન્ટરનેટ મારફત ભેજાબાજ ઠગો લાલચ આપી અવનવી તરકીબોથી છેતરપિંડી આચરી રહ્યા છે. આવા લોકોથી ચેતવું અનિવાર્ય બન્યું છે. આવી જ એક ઘટના બાવલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. જેમાં બાવલુમાં રહેતી એક વ્યક્તિને ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહી 39,000
 
ઓનલાઈન ઠગાઈઃ એક ફોન અને પરસેવાની કમાણી ઉપડી ગઈ, ઠગોની આ નવી જ તરકીબથી ચેતો

અટલ સમાચાર, મહેસાણા

દિન-પ્રતિદિન ઓનલાઈન ઠગો દ્વારા છેતરપિંડી આચરાતી હોવાની ફરિયાદો પોલીસ મથકે નોંધાતી રહે છે. ઈન્ટરનેટ મારફત ભેજાબાજ ઠગો લાલચ આપી અવનવી તરકીબોથી છેતરપિંડી આચરી રહ્યા છે. આવા લોકોથી ચેતવું અનિવાર્ય બન્યું છે. આવી જ એક ઘટના બાવલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. જેમાં બાવલુમાં રહેતી એક વ્યક્તિને ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહી 39,000 રૂપિયા ઉપાડી લેવાનું ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત થઈ રહેલી ઘટનાની વિગત મુજબ બાવલુમાં રહેતી વ્યક્તિને ફોન આવ્યો હતો. છેતરપિંડી આચરનાર ભેજાબાજે અજાણ્યા મોબાઇલ નં.૯૧૨૩૬૦૩૫૫૧ ઉપરથી ફોન કર્યો હતો. જેમાં તેણે જણાવેલ કે ગુગલ પે નોઇડાથી કસ્ટમર કેરમાંથી બોલુ છું. અને તમે એની ડેસ્ક નામની એપ્લીકેશન ડાઉન લોડ કરો. જેથી ફરિયાદીએ તેમ કરતાની સાથે મોબાઇલ રહેલ તમામ અંગત અને આર્થિક વ્યવહારમાં મદદરૂપ થતા ડેટા મેળવી લીધા હતા. તેમજ પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી અલગ- અલગ સમયે રૂપિયા-૩૯,૦૦૦/- ઉપાડી એકસીક બેંકના હેમલતાના ખાતામાં ઓનલાઇન ટ્રાનઝેકશન કરી લઇ જઇ ફરીની સાથે ઠગાઇ કરી છેતરપીંડી આચરી હતી. આ અંગે વિશ્વકર્મા રાજકુમાર લખનલાલ બૈજનાથ રહે.હાલ માધવનગર લીલાભાઇની ચાલી સાહરભાઇ દેસાઇના મકાનમાં તા.કડી જી. મહેસાણાએ પોલીસને જાણ કરતાં આઈપીસીની કલમ ૪૦૬,૪૨૦ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ક.૬૬ (સી) ડી અનુસાર ગુનો નોંધાયો છે.