કાર્યવાહી@નવસારી: હાઇબ્રિડ ગાંજાની મોટી હેરાફેરીનો પર્દાફાશ, 3.25 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

 
કાર્યવાજી
9 ઈસમો વોન્ટેડ જાહેર

નવસારી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચને હાઇબ્રિડ ગાંજાની  ની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. નવસારી LCB એ એક્સપ્રેસ હાઈવે  પરથી ટ્રાન્સપોર્ટ થતો રૂપિયા 3.25 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં વલસાડ જિલ્લાના વાપી ના 4 ઇસમો 2 કારમાં હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા, જેઓ વડોદરા હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરીને મોટા જથ્થા સાથે વાપી પરત ફરી રહ્યા હતા.આ હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં સંડોવાયેલા 9 ઇસમોને નવસારી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન વોન્ટેડ ઇસમો પૈકી રોની નામનો શખ્સ હાલ બેંગકોકમાં હોવાની પોલીસને મહત્વની વિગતો મળી છે. આ વિગતો સામે આવતા જ હાઇબ્રિડ ગાંજાના આંતરાષ્ટ્રીય નેટવર્ક તરફ પણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.નવસારી LCB દ્વારા હાઇબ્રિડ ગાંજો અને કાર સહિત કુલ રૂપિયા 3.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ચાર આરોપીઓની સઘન પૂછપરછ કરીને આ નેટવર્કમાં સામેલ અન્ય કડીઓ, સપ્લાય ચેઇન અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.