વિરોધ@અલ્પેશઃ રાધનપુરની પ્રજા સાથે દગો કર્યો, કોંગ્રેસના ચાબખા

અટલ સમાચાર, મહેસાણા અલ્પેશ ઠાકોરે રાજ્યસભા ચુંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસે લડતની શરૂઆત કરી છે. અલ્પેશ ભાજપમાં જોડાઈ ફરીથી રાધનપુરમાં ચુંટણી લડે તે પહેલા સ્થાનિક પ્રજા સાથે દગો કર્યાના બેનરો સાથે કોંગ્રેસ આક્રમક બની છે. રાધનપુરની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના ચાબખા સાથે કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવતા રાજકારણ ગરમાયું છે. અલ્પેશ
 
વિરોધ@અલ્પેશઃ રાધનપુરની પ્રજા સાથે દગો કર્યો, કોંગ્રેસના ચાબખા

અટલ સમાચાર, મહેસાણા

અલ્પેશ ઠાકોરે રાજ્યસભા ચુંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસે લડતની શરૂઆત કરી છે. અલ્પેશ ભાજપમાં જોડાઈ ફરીથી રાધનપુરમાં ચુંટણી લડે તે પહેલા સ્થાનિક પ્રજા સાથે દગો કર્યાના બેનરો સાથે કોંગ્રેસ આક્રમક બની છે. રાધનપુરની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના ચાબખા સાથે કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવતા રાજકારણ ગરમાયું છે.

વિરોધ@અલ્પેશઃ રાધનપુરની પ્રજા સાથે દગો કર્યો, કોંગ્રેસના ચાબખા

અલ્પેશ અને ધવલ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હોઈ રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક ખાલી થઈ છે.

વિરોધ@અલ્પેશઃ રાધનપુરની પ્રજા સાથે દગો કર્યો, કોંગ્રેસના ચાબખા

અલ્પેશે રાજ્યસભા ચુંટણી બાદ એલાન કર્યું હતું કે, ફરી એકવાર રાધનપુર મત વિસ્તારમાંથી ચુંટણી જીતી બતાવશે. અલ્પેશના એલાનને પગલે રાધનપુર કોંગ્રેસે અત્યારથી જ રાજકીય લડત શરૂ કરી છે. રાધનપુરની પ્રજા સાથે અલ્પેશ ઠાકોરે દગો કર્યાના આક્ષેપ કર્યા છે.

video:

રાધનપુરના સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો દગો, વિશ્વાસઘાત સહિતના બેનરો લઈ રસ્તા ઉપર ઉતરી ગયા છે. જેનાથી રાધનપુર વિધાનસભાની પેટા ચુંટણી પહેલા જ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ઘેરવાની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજના મતદારોનું પ્રમાણ વધુ હોવાથી પેટા ચુંટણી રસાકસી ભરી બની શકે છે.