કડી-કલોલમાં વિરોધ: ખેતી માટે પાણી નહી તો 40 ગામના મત પણ નહી

અટલ સમાચાર, કડી-કલોલ ગુજરાતમાં નિષ્ફળ ચોમાસાને પગલે ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાતના કડી-કલોલમાં વિરોધ સામે આવ્યો છે. જો સિંચાઇ માટે પાણી નહી મળે તો લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાથી દૂર રહેવા ચિમકી આપી છે. જેનાથી ઉત્તર ગુજરાતમાં ખેડૂતનો મુદો અત્યારથી જ ગરમાયો છે. ઉત્તર ગુજરાતના કડી, કલોલ તાલુકાના 40 ગામના 500થી વધુ ખેડૂતો
 
કડી-કલોલમાં વિરોધ: ખેતી માટે પાણી નહી તો 40 ગામના મત પણ નહી

અટલ સમાચાર, કડી-કલોલ

ગુજરાતમાં નિષ્ફળ ચોમાસાને પગલે ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાતના કડી-કલોલમાં વિરોધ સામે આવ્યો છે. જો સિંચાઇ માટે પાણી નહી મળે તો લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાથી દૂર રહેવા ચિમકી આપી છે. જેનાથી ઉત્તર ગુજરાતમાં ખેડૂતનો મુદો અત્યારથી જ ગરમાયો છે.

ઉત્તર ગુજરાતના કડી, કલોલ તાલુકાના 40 ગામના 500થી વધુ ખેડૂતો પાણીની સમસ્યાને લઈ લાલઘુમ બન્યા છે. છેલ્લા 10 દિવસથી સિંચાઇનું પાણી બંધ હોવાથી સરકારનું ધ્યાન દોરવા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યુ છે. ખેડુતોએ સિંચાઇનું પાણી નહી મળે તો લોકસભા ચૂંટણીમાં મત પણ નહી આપવા એલાન કર્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તંત્રને જાણ કરવા છતા 10 દિવસથી પાણી બંધ હોવાથી ના છુટકે ખેડુતો રાજકીય સત્તાધીશોનું નાક દબાવી રહયા છે.