આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા (ભુરાજી ઠાકોર)

કડી તાલુકાના નંદાસણ નજીક ટાઇલ્સની ફેકટરીના 100થી વધુ કામદારોને છુટા કરવામાં આવ્યા છે. જેની નારાજગીમાં કામદારોએ સ્થાનિકોને 85% રોજગારીનો મુદ્દો ઉઠાવી ધરણાં શરૂ કર્યા છે. ગુજરાત મજદૂર સભાના બેનર તળે કામદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કરતા પંથકમાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીનો મુદ્દો ગરમાયો છે.

મહેસાણા જીલ્લાના કડી પંથકમાં નંદાસણ નજીક આવેલી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં રોજગારીને લઇ હોબાળો મચી ગયો છે. કેટલાક દિવસો અગાઉ કંપનીના સંચાલકોએ કોઇ કારણોસર 100થી વધુ કામદારોને છુટા કર્યા હતા. આથી મામલો ઉગ્ર બને તે પહેલા સંચાલકોએ અન્ય ૬૦ કામદારોને કામે રાખી લીધા હતા. આ દરમ્યાન છુટા થયેલા કામદારોએ કંપનીમાં સ્થાનિકોને 85% ફરજીયાત રોજગારીનો મુદ્દો લઇ લડત શરૂ કરી છે.

સમગ્ર મામલે કામદારોએ કડી મામલતદારને ઉપવાસ પર બેસવાની અરજી આપી મંજુરી મળતા ધરણાં શરૂ કર્યા છે. જેનાથી ટાઇલ્સની કંપનીના સંચાલકો સાથે પંથકમાં આવેલી અન્ય ફેકટરીઓમાં પણ સ્થાનિકોને રોજગારીના મુદ્દે સવાલો ઉભા થયા છે. આમરણાંત ઉપવાસને પગલે મામલતદાર સહિત મહેસાણા જીલ્લા લેબર કમિશ્નર કચેરી સામે નજર મંડાઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code