આદેશ@બંગાળ: કેન્દ્રના મંત્રી હોય તો પણ કોરોના રીપોર્ટ વગર રાજ્યમાં પ્રવેશ નહી: મમતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પશ્ચિમ બંગાળમાં સત્તાની કમાન સંભાળતાની સાથે જ મમતા બેનર્જી એક્સનમાં આવ્યા છે. તેમણે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે આકરા નિયમો લાદી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે, કોરોના રિપોર્ટ કરાવ્યા વગર કોઈને પણ રાજ્યમાં પ્રવેશ મળશે નહીં. પછી કેન્દ્રીય મંત્રી કેમ ન હોય. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
આદેશ@બંગાળ: કેન્દ્રના મંત્રી હોય તો પણ કોરોના રીપોર્ટ વગર રાજ્યમાં પ્રવેશ નહી: મમતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળમાં સત્તાની કમાન સંભાળતાની સાથે જ મમતા બેનર્જી એક્સનમાં આવ્યા છે. તેમણે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે આકરા નિયમો લાદી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે, કોરોના રિપોર્ટ કરાવ્યા વગર કોઈને પણ રાજ્યમાં પ્રવેશ મળશે નહીં. પછી કેન્દ્રીય મંત્રી કેમ ન હોય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મમતા બેનર્જીએ કહ્યુ હતું કે, બંગાળમાં આવતા કેન્દ્રીય મંત્રીઓને પણ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. મંત્રીઓ સહિત જો કોઈ પણ વ્યક્તિ રાજ્ય બહારથી આવે છે. તેમનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. આ ખાસ કરીને બહારના લોકો માટે છે. અમે એ લોકોના ખાસ કરીને રિપોર્ટ ચકાસીશુ, જે વિશેષ વિમાનમાં આવે છે. કાયદામા કોઈની સાથે ભેદભાવ નહીં થાય.

આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, મુસાફરોનો જો કોરોના રિપોર્ટ સાથે નહીં લાવે તો અમે તેની તપાસ કરીશુ. અને જો પોઝિટીવ આવશે, તો કોરન્ટાઈન સેન્ટર અથવા હોટલમાં કોરન્ટાઈન કરવામાં આવશે, જેનો ખર્ચો જાતે ઉઠાવવાનો રહેશે. આ અગાઉ રાજ્ય સરકારે બુધવારના રોજ ગાઈડલાઈન જાહેર કરતાં કહ્યુ હતું કે, લાંબા અંતરની ટ્રેનો અને બસથી આવતા લોકોને કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે.