આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાત માટે રાહતના સમાચાર છે કે, ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ડ્રોનના પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સોસાયટીના અંદરના ભાગમાં લોકો બેસે છે, લોકડાઉનના ઉલ્લંઘન પર બે વર્ષની સજા કરવામાં આવશે. નિઝામુદ્દીન કેસ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં છો ત્યાં જ રહો અને મુસાફરી ન કરો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ વડાએ આગળ કહ્યું કે RTO, વન વિભાગના કર્મચારીઓ બાદ સિવિલ ડિફેન્સ, NCCના લોકોને પણ વોલેન્ટીયર તરીકે લેવામાં આવશે. તેમજ શારીરિક રીતે સક્ષમ હોય એવા નિવૃત્ત થયેલા PSI કક્ષાના અધિકારીઓને પણ થોડા સમય માટે લોકડાઉનની કામગીરમાં જોડવામાં આવશે. રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42 ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ) નોંધાયા છે. તેમજ 1989 આરોપીની અટકાયત અને 5707 વાહનો જપ્ત કર્યાં છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં ગરીબોને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code