આદેશ@ગુજરાત: રાજ્યભરમાં સાઉન્ડ લિમિટર વિનાના ધ્વનિ ઉપકરણોના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ

 
Aadesh
દુકાનદારો કે કોઈ એજન્સી પણ ઉપયોગ, વેચાણ કે ઇન્સ્ટોલ નહીં કરી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

રાજ્યભરમાં સાઉન્ડ લિમિટર વિનાના ધ્વનિ ઉપકરણોના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ, હાલની પ્રવર્તમાન પ્રાસાઉન્ડ સિસ્ટમમાં પણ સાઉન્ડ લિમિટર લગાવવા પડશેરાજયના ગૃહ વિભાગ તરફથી રજૂ કરાયેલ એફિડેવિટમાં ગુજરાત હાઇકોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે, ગૃહ વિભાગ દ્વારા રાજયના તમામ પોલીસ સત્તાવાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને તારીખ 3-12-2019ની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન્સ અને જાહેરનામાનો કડકાઇથી અમલ કરવા નિર્દેશો આપી દેવાયા છે.

 

જેમાં સાઉન્ડ લિમિટર ના હોય તેવા કોઈપણ લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમના વેચાણ, ઉપયોગ કે તેના ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.સાઉન્ડ લિમિટરવિનાની કોઈપણ સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકર કે, મ્યુઝિક સિસ્ટમ-ડી.જે ટ્રક ઉત્પાદકો, ડીલર્સ કે દુકાનદારો કે કોઈ એજન્સી પણ ઉપયોગ, વેચાણ કે ઇન્સ્ટોલ. નહીં કરી શકે. એટલું જ નહીં હાલની પ્રવર્તમાન સાઉન્ડ સીસ્મટમમાં પણ સાઉન્ડ લિમિટર લાગુ કરવા ફરજિયાત બનાવાયું છે.

ગૃહ વિભાગના સોગંદનામામાં વધુમાં જણાવાયું કે, લાઉન્ડ સ્પીકર, સાઉન્ડ સીસ્ટમ કે પબ્લીક એડ્રેસ સીસ્ટમ પર ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણની લગામ લગાવવા કુલ 53 જેટલા ડિજિટલ સાઉન્ડ લેવલ મીટર ખરીદાયા છે અને તે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોને ફાળવાયા છે. આ ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરના ઉપયોગ અંગેની તાલીમ અને ડેમો માટેનું ખાસ સત્ર યોજાયું હતું. જેમાં 250 જેટલા પોલીસ અધિકારીઓને તાલીમ અપાઇ હતી.