આદેશ@ગુજરાત: બેંક ખાતાની શંકાસ્પદ લેવડ દેવડ પર ચૂંટણી પંચની નજર,અધિકારીઓને અપાઈ સૂચના

 
નિર્વાચન સદન

ગઇકાલે (ગુરૂવારે) રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર અને પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણીના સમયગાળા દરમિયાન થતાં શંકાસ્પદ ટ્રાન્જેક્શનની જાણકારી પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ બેઠકમાં બેંક પ્રતિનિધિઓને, ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે બાજ નજર રાખી ચૂંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવવામાં આવી રહ્યું છે. કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મૂકાયો હતો. જણાવી દઈએ કે, હવે નોમિનેશન દાખલ કરનાર ઉમેદવાર, તેમના વિવાહિત સાથી અથવા તેના આશ્રિતના બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન સહિતની ઘટનાઓની ચૂંટણીતંત્રને મોકલવાની રહેશે.આ ઉપરાંત છેલ્લા બે માસ દરમિયાન ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓ અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચના આપી હતી.