આદેશ@ગુજરાત: સરકારે હિટવેવને ધ્યાનમાં રાખતા જાહેર કરી ગાઈડલાઇન, સ્કૂલો 6થી 11 સુધી જ ચાલશે
ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6થી 11 સુધી કરવાનું રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો સવારે 6થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ગરમી અને હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરવવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6થી 11 સુધી કરવાનું રહેશે.
તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એયર વર્ગો ન યોજવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને હિટવેવ અને તેનાથી થતી અસરો તથા તેનાથી બચાવાના ઉપયો વિશે સમજાણ આપવામાં આવે છે.હાલમાં મોટાભાગની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી જ્યારે સીબીએસઈ બોર્ડમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે અને શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. ત્યારે હિટવેવને ધ્યાનમાં રાખતા સ્કૂલો સવારે 6થી 11 સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર કરવામાં આવ્યો છે.
કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા તમામ ડીઈઓને જાણ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને હિટવેવ, તેની અસર, તેનાથી બચાવની વિગતો જણાવવામાં આવે. સાથે ખુલ્લામાં શાળાના વર્ગો ન ચલાવવા પણ કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં આકરમી ગરમી પડશે ત્યારે હિટવેવથી બચાવ અને રાહતના આગોતરા પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ માટે તમામ ડીઈઓએ તેમના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.