પ્રાથમિક શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

અટલ સમાચાર, પાટણ આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે બી.આર.સી સરસ્વતી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર શનિવારે અને રવિવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મેચ રમાડવામાં આવશે તેમ બીઆરસી કો ઓર્ડીનેટર રતાજી ઠાકોરે જણાવ્યું હતું. પ્રથમ મેચ કોઈટા કીંગ ઇલેવન અને અને જંગરાલ ટાઇગર્સ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટ મેચના શુભારંભ પ્રસંગે નાયબ
 
પ્રાથમિક શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

અટલ સમાચાર, પાટણ

આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે બી.આર.સી સરસ્વતી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર શનિવારે અને રવિવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મેચ રમાડવામાં આવશે તેમ બીઆરસી કો ઓર્ડીનેટર રતાજી ઠાકોરે જણાવ્યું હતું. પ્રથમ મેચ કોઈટા કીંગ ઇલેવન અને અને જંગરાલ ટાઇગર્સ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટ મેચના શુભારંભ પ્રસંગે નાયબ ડીપીઇઓ દિલીપ નાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનરાજ પાબુવંશી, તમામ સી.આર.સી, પે.સેન્ટર ના આચાર્યો અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. શિક્ષણની સાથે સાથે ગુરુજનો શારીરિક ક્ષમતા કેળવે તે આ ક્રિકેટ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ છે તેમ આયોજક એ જણાવ્યું હતું. અઘાર હીટ એન્ડ રનના કોચ નિલેશ શ્રીમાળીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો