આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત એસ.એ.સુરાણી વિધાસંકુલ અંતર્ગત કે.કે.શાહ આર્ટસ અને એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ થરા ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગત તા. 30 જાન્યુઆરીના રોજ શૈક્ષણિક પ્રવાસ સંદર્ભે થરા થી અમદાવાદ-સાયન્સસીટી અને ગાંધીનગર અક્ષરધામના પ્રવાસનું આયોજન કરાયુ હતુ. આ પ્રવાસમાં પ૦ વિધાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ સાથે વિધાર્થીઓએ શૈક્ષણિક હેતુને સમજવા માટે સાયન્સ સીટીના વિવિધ પ્રદર્શનો તથા અક્ષરધામના ધાર્મિક નિર્દેશનોને પણ નિહાળયા હતા.
પ્રવાસ અંતર્ગત કોલેજના આચાર્ય ડો. દિનેશભાઇ એસ.ચારણે પ્રારંભકમાં વિધાર્થીઓને પ્રવાસનું મહત્વ અને શૈક્ષણિક હેતુઓ સાથે પ્રોત્સાહિત કર્યા હતા. ડો. વર્ષાબેન ઠકકર,હરિભાઇ સિંધવ, હિનાબેન રાવળ, લક્ષ્મણભાઇ જોષી, પ્રજ્ઞેશભાઇ પરમાર તથા ગૌરવભાઇ શ્રીમાળીએ વિધાર્થીઓને પ્રવાસ સહિત શૈક્ષણિક સિધ્ધાંતો તથા જીવનમાં પ્રવાસનું શુ મહત્વ છે જેવી બાબતોને ધ્યાનમાં લઇ વિધાર્થીઓને માર્ગદર્શન આ૫યુ હતુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code