આક્રોશ@ભુજ: કોરોનાથી મોટા પ્રસંગોને ફટકો, મંડપ યુનિયને વિરોધ કરતાં અટકાયત

અટલ સમાચાર, ભુજ કોરોના મહામારી વચ્ચે ભુજમાં લગ્નમાં વધુ લોકોની પરવાનગીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતાં લોકોની અટકાયત કરવામાં આવી છે. આજે શહેરના ટાઉનહોલ પાસે મંડપ એસોશિએશને લગ્ન, ઇવેન્ટમાં વધુ લોકોની છૂટછાટ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસે 100 જેટલા વેપારીઓની અટકાયત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
આક્રોશ@ભુજ: કોરોનાથી મોટા પ્રસંગોને ફટકો, મંડપ યુનિયને વિરોધ કરતાં અટકાયત

અટલ સમાચાર, ભુજ

કોરોના મહામારી વચ્ચે ભુજમાં લગ્નમાં વધુ લોકોની પરવાનગીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતાં લોકોની અટકાયત કરવામાં આવી છે. આજે શહેરના ટાઉનહોલ પાસે મંડપ એસોશિએશને લગ્ન, ઇવેન્ટમાં વધુ લોકોની છૂટછાટ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસે 100 જેટલા વેપારીઓની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના મુખ્ય મથક ભુજમાં મંડપ એશોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ પાસે મંડપ એસોશિએશને લગ્ન, ઇવેન્ટમાં વધુ લોકોની છૂટછાટ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કિસાનોને કિટ વિતરણ કાર્યક્રમ પહેલા જ 100 જેટલા વેપારીઓની પોલીસે અટકાયત કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીને કારણે મંડપ, કેટરર્સ, પાર્ટી પ્લોટ સંચાલકો સહિતના ભારે આર્થિક સંકડામણમાં આવ્યા છે. સરકાર તરફથી લગ્નમાં વધુ લોકોની મંજુરી નહી મળતાં મોટા પ્રસંગો કે કાર્યક્રમોમાં સેવા પુરી પાડી શકતા નથી. વેપારીઓને ભારે નુકશાન થયુ હોવાથી હવે લગ્નમાં વધુ લોકોને છૂટ આપવા માટે મેદાને પડ્યા છે. આવી સ્થિતિમાં ભુજમાં મંડપ એસોશિએશને આજે વિરોધ નોંધાવતાં પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી છે.