આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્ર સરકારના પરપ્રાંતિયોને પોત પોતાના વતન જવા દેવાની છૂટ આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. કારણ કે, ફસાયેલા પરપ્રાંતિયો પાસે લોકડાઉનને કારણે છેલ્લા દોઢ મહિનાથી કોઈ નોકરી ધંધો નહતો એટલે પૈસા ન હતા પરંતુ તેમને પોતાના ગામ પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા ટિકિટ વસૂલવામાં આવતા કોંગ્રેસ દ્વારા શ્રમિકોની ટિકિટનો ખર્ચ ભોગવવાની જાહેરાત બાદ ભાજપ સરકાર બચાવમાં મેદાને આવી હતી જેને પગલે પરપ્રાંતિયોનો મુદ્દો રાજકિય મુદ્દો બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકાર દ્વારા બિનગુજરાતીઓ માટે વતન જવાની માગ કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા છે. શ્રમિકોને વતન મોકલવાના મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી છે. કાયમ સરકારી કાર્યક્રમો મફત મુસાફરી કરાવતી સરકારે જો શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં મફત મુસાફરી કરાવી હશે તો હું રાજીનામું આપીશ નહીં તો માનનીય મુખ્યમંત્રીને રાજીનામું આપવા પડકાર ફેંકુ છે. ગુજરાતમાં પરપ્રાંતિયોને વતનમાં મોકલવાનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસના સોનિયા ગાંધીની જાહેરાત બાદ આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે.

અગાઉ સોનિયા ગાંધીએ શું કરી હતી જાહેરાત?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ઘરે પરત ફરી રહેલા લોકોની કોંગ્રેસ મદદ કરશે અને શ્રમિકોની રેલ ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે. પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમિટી દરેક એકમમાં મદદ કરશે. શ્રમિકો દેશની કરોડરજ્જુ છે. ત્યાલે લાખો શ્રમિકો પોતાના ઘરે જવા માગે છે. મજૂરો પાસે ન તો પૈસા છે ન કોઇ સાધન છે. ત્યારે 1947 બાદ પહેલી વખત આ સ્થિતિ જોવા મળી રહી છે. શ્રમિકોએ ચાલતા પોતાના ઘરે જવું પડી રહ્યું છે. સોનિયા ગાંધીએ એ પણ સવાલ કર્યો કે વિદેશમાં ફસાયેલા લોકોને વિના ખર્ચે પાછા લાવી શકીએ છીએ તો શ્રમિકોને કેમ નહીં. રેલ મંત્રાલય પીએમ રાહત ફંડમાં 151 કરોડ આપી શકે છે તો શ્રમિકોનો ખર્ચ કેમ ન ઉઠાવી શકે.

26 May 2020, 2:27 AM (GMT)

COVID-19 Global Stats

5,588,020 Total Cases
347,872 Death Cases
2,365,703 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code