આક્રોશ@હિંમતનગર: પ્રાથમિક શાળાને મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનો આપી આંદોલનની ચિમકી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલી ઇલોલ પ્રાથમિક શાળા નં.2 ને મર્જ કરી શાળા નં.1માં વિલીનીકરણ કરવાનો નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે મંગળવારે ઇલોલ પ્રાથમિક શાળા નં.2ના ગેટ બહાર ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. નોંધનિય છે કે, ગામના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ આ પ્રાથમિક
 
આક્રોશ@હિંમતનગર: પ્રાથમિક શાળાને મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનો આપી આંદોલનની ચિમકી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલી ઇલોલ પ્રાથમિક શાળા નં.2 ને મર્જ કરી શાળા નં.1માં વિલીનીકરણ કરવાનો નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે મંગળવારે ઇલોલ પ્રાથમિક શાળા નં.2ના ગેટ બહાર ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. નોંધનિય છે કે, ગામના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ આ પ્રાથમિક શાળા નં.2 આસપાસના ગામડામાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા પરંતુ હવે શાળા નં.1માં આ વિદ્યાર્થીઓને ભણવા જવુ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પ્રાથમિક શાળા નં.2માં ધોરણ 1 થી 8ના વર્ગોમાં અંદાજે 200થી વધુ બાળકો અભ્યાસ કરતા હતા પરંતુ તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 250 વર્ષથી વધુ વર્ષથી કાર્યરત એવી સરસ્વતીના મંદિર એવી આ શાળાને બંધ કરવાનો નિર્ણય કરી શાળા નં.1માં વિલીનીકરણ કરી દેવાનો આદેશ કરાયો છે. ઇલોલ ગામમાં વસતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન આ શાળા બંધ કરવાના નિર્ણયથી ગ્રામજનોમાં દુ:ખ સાથે નારાજગી જોવા મળી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇલોલ પ્રાથમિક શાળા નં.1 હાઇવેથી ખૂબ જ નજીક હોવાથી ચાલતા આવતા વિદ્યાર્થીઓને અકસ્માતની ભીતિ પણ સેવાઇ રહી છે. તાજેતરમાં ગ્રામજનોની મિટીંગમાં પણ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોને ઇલોલ પ્રાથમિક શાળા નં.1માં અભ્યાસ કરવા માટે મોકલવા કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. જો સરકાર દ્વારા ઇલોલ પ્રાથમિક શાળા નં.2ને ચાલુ રાખવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ગ્રામજનોએ આજે શાળા કેમ્પસ બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ દર્શાવ્યો હતો.