આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં તલાટી કમ મંત્રીઓએ પડતર માંગોને લઇ વિરોધ દર્શાવ્યો છે. આજે તલાટી કમ મંત્રીઓ તાલુકા મથકો પણ ભેગા થઇ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધયો હતો. આ સાથે જીલ્લા વિકાસ અધિકારી અને ક્લેક્ટરને રજૂઆત કરી આ મામલે યોગ્ય નિરાકરણની માંગ કરી હતી. વિગતો મુજબ અગાઉ તલાટી મંડળ દ્રારા જો માંગ નહીં સ્વિકારાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં તલાટીઓ હવે પોતાની પડતર માંગોને લઇ મેદાને ઉતર્યા છે. વિગતો મુજબ તલાટી મંડળ દ્રારા અગાઉ અનેક વાર રજૂઆત કરવા છતાં તેમની માંગો પુર્ણ થઇ ન હતી. જે બાદમાં આજે સવારે તાલુકા મથકોએ ભેગા થઇ તલાટીઓને કાળી પટ્ટી ધારણ કરી ફરજ ચાલુ રાખી હતી. આ સાથે તમામ તલાટીઓ કર્મચારી-અધિકારીઓના ગ્રુપમાંથી અચાનક લેફ્ટ થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તલાટી મંડળે અગાઉ આ મામલે ચિમકી ઉચ્ચારી કાર્યક્રમો આપવાનું કહ્યુ હતુ. જેથી આજે તલાટીઓએ પોતાના કાર્યક્રમ મુજબ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે તલાટીઓના વિરોધમાં પાટણ તાલુકા મંડળના પ્રમુખ તેમજ કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ તરફ તાલુકા કક્ષાએ પણ તલાટી કમ મંત્રીઓએ પડતર પ્રશ્નો અંગે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ ચાલુ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code