આક્રોશ@રાપર: વકીલની હત્યા બાદ લાશ સ્વિકારવાનો ઇન્કાર, 9 સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગઇકાલે સાંજે રાપરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જે બાદ લોકજુવાળ ફાટી નીકળતાં પોલીસ પણ એક્શનમાં આવી છે. હાલ રાપરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્પ ગોઠવી દેવાયો છે. આ તરફ મૃતક વકીલની પત્નીએ 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા ચાર ટિમો બનાવી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે
 
આક્રોશ@રાપર: વકીલની હત્યા બાદ લાશ સ્વિકારવાનો ઇન્કાર, 9 સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે સાંજે રાપરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જે બાદ લોકજુવાળ ફાટી નીકળતાં પોલીસ પણ એક્શનમાં આવી છે. હાલ રાપરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્પ ગોઠવી દેવાયો છે. આ તરફ મૃતક વકીલની પત્નીએ 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા ચાર ટિમો બનાવી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે હજી સુધી લાશની અંતિમવિધિ પણ કરવામાં આવી નથી. પરિવારજનો અને સમાજની માંગ છે કે, જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી અંતિમવિધિ માટે ઇનકાર કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છનાં રાપરમાં ધારાસભ્યના કાર્યાલયની નીચે જ ગઈકાલે સાંજે છરીના ઘા ઝીંકી ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરી નાખવામાં આવી હતી જે બનાવના ઘેરા પ્રત્યાઘાત જિલ્લામાં પડ્યા છે. રાપરમાં લુહાર સમાજવાડીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જે કેસ દેવજીભાઈ લડી રહ્યા હતા જેની અદાવતે આ બનાવને અંજામ અપાયો હતો. તાજેતરમાં જ આ સંદર્ભે ડખો થતા સામસામી ફરિયાદ નોંધાઈ હતી. વકીલ દેવજીભાઈ મહેશ્વરી ભુજ કોર્ટમાં કેસ લડીને પરત રાપર આવ્યા ત્યારે રેકીમાં રહેલા શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવી આરોપી નાસી છૂટયો હતો. જોકે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. બનાવ બાદ જિલ્લાના વકીલ આલમમાં ઘેરા પડઘા પડ્યા છે.

આક્રોશ@રાપર: વકીલની હત્યા બાદ લાશ સ્વિકારવાનો ઇન્કાર, 9 સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક વકીલ દેવજીભાઈ મહેશ્વરીના પત્ની શિક્ષિકા મીનાક્ષીબેને આ અંગે રાપરના જ 9 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે જેમાં હત્યા કરનાર મુખ્ય આરોપી ભરત રાવલ તેમજ જયસુખ લુહાર, ખીમજી લુહાર, ધવલ લુહાર, દેવુભા સોઢા, વિજયસિંહ સોઢા, મયૂરસિંહ સોઢા, પ્રવિણસિંહ સોઢા અને અર્જુનસિંહ સોઢાના નામો ફરિયાદમાં લખાવાયા છે. પ્રવિણસિંહ ક્ચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખનો મોટો ભાઈ છે. તો વિજયસિંહ રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો પુત્ર છે.

રાપર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

આ હત્યાકાંડના બનાવથી રાપરમાં સનનાટો છવાઈ ગયો છે. રાપર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે. પાટણ અને બનાસકાંઠાની પોલીસ અહીં તૈનાત કરાઈ છે. સ્થળ પર પંચનામાં સાથે ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરીગ કરી રહ્યા છે. આરોપીઓને પકડવા 4 ટિમ બનાવાઈ છે. ઉપરાંત ક્ચ્છ રેન્જના ચાર જિલ્લામાં નાકાબંધી ગોઠવી દેવાઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહિ એ માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.