આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા 

કોંગ્રેસ અને પાસના નેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. જે લોકોએ મધ્યસ્થતા કરી છે તેમની મુલાકાત પણ લઈ ચર્ચા કરવા અને રાજ્યભરમાં આવેદનપત્રો આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટીદારો અનામત આંદોલન સમિતીની આજે ચિંતન શિબીર મળી હતી. આ મીટિંગમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા છે. આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

પાટીદાર અનામત આંદોલન સમિતિએ જણાવ્યું કે, 2015નો એક કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર છેલ્લા 30 દિવસથી એક્શનમોડ પર આવી છે. 2020માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરીને તમામ જિલ્લા અને તાલુકા મથકે એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેની સાથે સાથે જે લોકોએ મધ્યસ્થતા કરી છે તેમની મુલાકાત પણ લઈ ચર્ચા કરવામાં આવશે.

નોંધનિય છે કે, હાર્દિક પટેલને જામીન મળ્યા બાદ ગત 18 જાન્યુઆરીથી ગુમ હોવાનું સામે આવ્યુ છે. આ બાબતે અનેકવાર હાર્દિક પટેલની પત્નિ કીંજલે ટ્વિટ કરી સરકાર સામે રોષ ઠાલવ્યો છે. આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં યોજાયેલી આંદોલનકારીઓને ચિંતન શિબિરમાં હાર્દિક પટેલના ધર્મપત્ની કિંજલપટેલે આંદોલનકારીઓને સંબોધન કર્યુ હતુ. જેમાં કિંજલ કહ્યું કે, સૌ આંદોલનકારીઓએ સમાજના હિત માટે એક થઈને રહેવાની જરૂર છે. સરકાર હાર્દિકને હેરાન કરી ને એવું ન સમજે કે અમે બહુ શક્તિવાન છીએ કેમ કે સમય આવશે ત્યારે તાનાશાહો ના સરનામાં પણ અમે બદલી નાખવાના છે.

10 Aug 2020, 2:26 AM (GMT)

COVID-19 Global Stats

20,022,265 Total Cases
733,971 Death Cases
12,897,799 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code