આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)

સુઇગામ પંથકની માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ ન હોવાથી ખેડુતોએ પ્રાંત કલેક્ટર અને મામલતદારને  આવેદનપત્ર આપ્યુ છે. જેમાં આગામી અઠવાડીયામાં માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં નહિ આવે તો ભુખ હડતાલ પર બેસવા સુધીની ચિમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં એકઠા થઇ પંથકના ખેડુતોને પ્રાંત કચેરી પહોંચી એકસુરે પાણી છોડવા રજૂઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાંથી પસાર થતી માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ ન હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ પંથકના ખેડુતોએ મોટી સંખ્યામાં એકઠા થઇ આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે. જેમાં જણાવાયુ છે ક, મોરવાડા ડીસ્ટ્રી કેનાલમાંથી નીકળતી માધુપુરા-મસાલી, બોરૂ અને લીંબુણી માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ નથી. જેને લઇ રવિપાકના અસ્તિત્વ સામે સવાલો બન્યા છે. આગામી સાત દિવસમાં છેવાડા સુધી પાણી નહિ આવે તો ભુખ હડતાલ બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાર વર્ષથી બનાવાયેલ કેનાલમાં છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ નથી. આથી ખેડુતોએ વારંવાર નર્મદાના સત્તાધિશોને લેખિત-મૌખિક જાણ કરી હોવા છતાં પણ કોઇ પગલા ભરાયા નથી. જેથી હવે ખેડુતોએ ભારે આક્રોશ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી અને કેનાલમાં પાણી પહોંચતુ કરવા રજૂઆત કરી છે. આ સાથે જો સાત દિવસમાં પાણી નહિ પહોંચાડાયા તો ભૂખ હડતાલ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે .

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code