આક્રોશ@સુઈગામ: ગામો વચ્ચે સહાયમાં તફાવત, ભેદભાવથી ખેડૂતો લાલઘૂમ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) સુઈગામ તાલુકામાં પાક નુકસાની સામે સહાયની જાહેરાત બાદ ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગામો વચ્ચે સહાયની રકમ બાબતે ફેરફાર હોવાથી ખેડૂતો ચોંકી ગયા છે. અપૂરતી વિગતોને આધારે સહાય રકમના લાભાર્થી ગામોમાં ભેદભાવ કર્યાના ગંભીર આક્ષેપ થયા છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં એકબીજા ગામો વચ્ચે સરકારની જાહેરાતે નારાજગી ઉભી થઇ છે.
 
આક્રોશ@સુઈગામ: ગામો વચ્ચે સહાયમાં તફાવત, ભેદભાવથી ખેડૂતો લાલઘૂમ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઈગામ તાલુકામાં પાક નુકસાની સામે સહાયની જાહેરાત બાદ ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગામો વચ્ચે સહાયની રકમ બાબતે ફેરફાર હોવાથી ખેડૂતો ચોંકી ગયા છે. અપૂરતી વિગતોને આધારે સહાય રકમના લાભાર્થી ગામોમાં ભેદભાવ કર્યાના ગંભીર આક્ષેપ થયા છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં એકબીજા ગામો વચ્ચે સરકારની જાહેરાતે નારાજગી ઉભી થઇ છે. તાલુકાના આઠ ગામોને રૂ.6800 સહાય તો બાકીના તમામ ગામોને માત્ર 4000 સહાય આપવાનુ નક્કી કર્યું છે.સરકારના નિર્ણયને કારણે ગામો વચ્ચેના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. ભેદભાવ થયા હોવાના આક્ષેપ સાથે નારાજ ખેડૂતો ગામેગામ સમિતિ બનાવી લડાયક મૂડમાં આવ્યા છે. સરકાર સામે લડતને લઈ જિલ્લા ખેડૂત સમાજ વચ્ચે તરફેણ અને વિરોધમાં સૂર આવે તેવો ઘાટ સર્જાયો છે.

આક્રોશ@સુઈગામ: ગામો વચ્ચે સહાયમાં તફાવત, ભેદભાવથી ખેડૂતો લાલઘૂમ

સૂત્રોએ જણાવ્યું હતું કે, 2800 જેટલી સહાય રકમ ઓછી મળવા સાથે ખેડૂતો પાક નુકસાની અંગેના શંકાસ્પદ સર્વે વિરુદ્ધ બન્યા છે. ઓછી સહાય મેળવતાં ખેડૂતોને વધું નુકશાની હોવા છતાં 6800 સહાય નહિ મળતાં નારાજગી ચરમસીમાએ પહોંચી છે.

કેવો છે સહાયનો તફાવત ?

સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, 4000 માત્ર ખાતા દીઠ છે જ્યારે 6800 છે તેઓને 2 હેક્ટર દીઠ એટલે 13,600 મળે છે. આથી તફાવત માત્ર 2800 નથી. હકીકતે કુલ 9600નો તફાવત રાખવામાં આવ્યો છે. સરખી નુકસાની છતાં આટલો બધો તફાવત સ્પષ્ટ ભેદભાવ બતાવતો હોવાનો આક્ષેપ છે.