આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા ખાણખનીજ એકમે અલગ અલગ તાલુકાઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ઓવરલોડ રેતી ભરેલા અને કેટલાક મંજૂરી વગર રેતી વહન કરતા ટ્રક ઝડપાયા હતા. જેથી તપાસ ટીમે કુલ 8 ટ્રક સહિત 2.4 કરોડનો મુદ્દામાલ કબજે કરતાં ખાણખનીજ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સુચનાને પગલે તપાસ ટીમે શનિવાર મોડી રાત્રિથી રવિવાર સવાર સુધી મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર અને જોટાણા તાલુકાઓમાં ઓચિંતી રેડ કરી હતી.

જેમાં 4 ટ્રક ઓવરલોડ અને 4 ટ્રક પરમિટ પાસ વગર સાદી રેતી વહન કરતી ઝડપાઇ ગઈ હતી. જેથી તપાસ ટીમના વ્યાસ સહિતના અધિકારીઓએ 2 ટ્રક ઊંઝા, 2 ટ્રક ખેરાલુ, 2 ટ્રક મહેસાણા અને 2 ટ્રક સાનથલ પોલીસ સ્ટેશને સીઝ કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, કુલ 8 ટ્રકનાં સંબંધિત ઈસમો પાસેથી અંદાજીત રૂપિયા 15 લાખનો દંડ વસૂલ કરવામાં આવે તેમ હોવાથી પંથકનાં ખનીજ ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી છે.

26 Sep 2020, 11:16 AM (GMT)

COVID-19 Global Stats

32,800,963 Total Cases
994,253 Death Cases
24,198,062 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code