આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાની શાળાના ટોઇલેટમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી શાળાના ટોઇલેટમાં માથું ફાટી જાય તેવી ગંદકીથી બાળકો અકળાઇ રહ્યા છે. સ્વચ્છતાના પાઠ શીખવતી શાળામાં જ ગંદકી સામે આવતા શિક્ષણગણ સામે સવાલો ઉભા થયા છે. ગામના કોઇ આગેવાને અચાનક શાળાની મુલાકાત લેતા ટોઇલેટમાં ગયા બાદ ચોંકી ઉઠ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે આવેલી પ્રાથમિક શાળા સામે ગંભીર સવાલો બન્યા છે. શાળાના ટોઇલેટમાં ભયંકર ગંદકી હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓ માથું ફાટી જાય તેવી ગંદકી વચ્ચે ટોઇલેટનો ઉપયોગ કરી રહ્યા છે. ઉચોસણ ગામના જ મલેકભાઇએ શાળાની મુલાકાત દરમ્યાન ટોઇલેટમાં ગંદકી હોવાના ફોટા પાડી લઇ ગામલોકો સમક્ષ રજૂ કરતા હકીકત સામે આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટોઇલેટ સાથે સમગ્ર શાળાની સાફ-સફાઇ માટે સરકાર ઘ્વારા ગ્રાન્ટ મળતી હોવા છતાં ગંદકી થાય છે. જેથી શાળા દ્વારા ટોઇલેટ સહિતની સફાઇ અનિયમિત હોવા સાથે શિક્ષકગણ ગંદકી સામે દુર્લક્ષ સેવતાં હોવાનું ગામલોકો માની રહ્યા છે. આ સાથે શાળાના બાળકો ગંદકી વચ્ચે ટોઇલેટ જતાં હોઇ આરોગ્યના સવાલો પણ ઉભા થાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code