પધાર્યા@બનાસકાંઠા: લોકડાઉનમાં 4197 બાળકોનો જન્મ, ડીસામાં સૌથી વધુ

અટલ સમાચાર,પાલનપુર કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમ્યાન સૌ કોઈ આ ચેપી રોગની રોકથામ માટે ચિંતિત હતા ત્યારે લોકડાઉનના 39 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં 4197 બાળકોએ જન્મ લીધો છે. જેમાં 2629 ખાનગી દવાખાનાઓમાં જ્યારે 1586 સરકારી દવાખાનાઓમાં બાળકો જન્મ્યા છે. અત્યંત જોખમી કહેવાતી પ્રસૂતિઓ પણ સરકારી હોસ્પિટલમાં સફળતાથી કરાઈ હતી જેમાં વેડંચાની પીએચસીમાં પગેથી બહાર આવનાર અને
 
પધાર્યા@બનાસકાંઠા: લોકડાઉનમાં 4197 બાળકોનો જન્મ, ડીસામાં સૌથી વધુ

અટલ સમાચાર,પાલનપુર

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમ્યાન સૌ કોઈ આ ચેપી રોગની રોકથામ માટે ચિંતિત હતા ત્યારે લોકડાઉનના 39 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં 4197 બાળકોએ જન્મ લીધો છે. જેમાં 2629 ખાનગી દવાખાનાઓમાં જ્યારે 1586 સરકારી દવાખાનાઓમાં બાળકો જન્મ્યા છે. અત્યંત જોખમી કહેવાતી પ્રસૂતિઓ પણ સરકારી હોસ્પિટલમાં સફળતાથી કરાઈ હતી જેમાં વેડંચાની પીએચસીમાં પગેથી બહાર આવનાર અને ગળામાં 3 લેયર ગર્ભનાળ વીંટેલી હોવા છતાં સફળતાપૂર્વક બન્ને નવજાત બાળકો બચાવી લેવાયાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં ફ્રન્ટલાઈનમાં કામ કરતા આરોગ્ય સ્ટાફે કોરોના વાયરસની ખતરનાક બિમારી વચ્ચે પણ બુલંદ હોંસલા સાથે 4197 બાળકોને સહી સલામત જન્મ અપાવ્યો છે અને એક પણ કેસમાં માતા મરણ થયું નથી. તે આરોગ્ય કર્મીઓની આવડત અને સફળતા છે. આંકડાઓ ઉપર નજર કરીએ તો અમીરગઢમાં 306, ભાભરમાં 60, દાંતામાં 232, દાંતીવાડામાં 129, ડીસામાં 694, દિયોદરમાં 219, ધાનેરામાં 286, કાંકરેજમાં 287, લાખણીમાં 118, પાલનપુરમાં 602, સુઇગામમાં 19, થરાદમાં 644, વડગામમાં 397, અને વાવમાં 204 પ્રસુતિ નોંધાઇ છે.

પધાર્યા@બનાસકાંઠા: લોકડાઉનમાં 4197 બાળકોનો જન્મ, ડીસામાં સૌથી વધુ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 1568 પ્રસુતિઓ સરકારી દવાખાનાઓમાં જયારે 2629 પ્રસૂતિ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ હતી. સામાજિક કાર્યકર પિન્કીબેન પરમારે જણાવ્યું કે “આ પ્રસુતિઓમાં સહુથી મોટો ફાળો ફ્રન્ટલાઈનમાં રહી કામ કરતી આશા વર્કર બહેનોનો છે. જેમણે ઘરે ઘરે જઈને પ્રસૂતા બહેનોનું યોગ્ય રિપોર્ટિંગ કરી બાલમરણ અને માતામરણ દર ઘટાડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે.” વેડંચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકડાઉન દરમિયાન 10 પ્રસૂતિ પૈકી 7 રાત્રે થઈ હતી અને 3 દિવસે થઈ હતી.

અહીં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા ડો.મીતાબેન કથીરિયાએ જણાવ્યું કે “સરીપડા ગામની એક પ્રસૂતાની ડિલિવરી દરમ્યાન બાળક પગેથી બહાર આવતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પટોસણના એક કેસમાં પ્રસુતિ દરમ્યાન બાળકના ગળામાં 3 લેયર ગર્ભનાળ વીંટેલી હાલત હતી જેમાં બાળકને બહાર નીકળતા બાળકની હાલત જોખમી હોવા છતાં સફળતાપૂર્વક પ્રસુતિ ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ દ્વારા સલામત કરાઈ હતી અને હાલ બન્ને બાળકો સ્વસ્થ છે.”