અટલ સમાચાર,ડેસ્ક
દુનિયાની સૌથી વધુ વજન ધરાવતી કોબી ઉગાડવાનો વર્લ્ડ રૅકોર્ડ બનાવીને લિમ્બા બૂકમાં નામ નોંધાવનાર રાજસ્થાનના સિકરના ખેડૂત જગદીશ પારિકનું હવે પદ્મ શ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. જૈવિક ખેતીને નવી દિશા આપનારા જગદીશને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપશે. આ ખબર મળતા જ જગદીશ પારિકના ગામમાં તહેવારનો માહોલ સર્જાયો હતો. તેમના ઘરે લોકોએ શુભેચ્છા આપવા માટે લાઇન લગાવી દીધી હતી. જગદીશ પારિકે વર્લ્ડ રૅકોર્ડ તોડવા માટે જૈવિક ખેતીથી 25 કિલો 150 ગ્રામ વજન ધરાવતું ફુલાવર ઉગાડી ચૂક્યા છે, પરંતુ તેઓ અમેરિકાના વર્તમાન રૅકોર્ડથી 850 ગ્રામ પાછળ રહી ગયા હતા. 26 કિલો ફુલાવર ઉગાડવાનો વર્લ્ડ રૅકોર્ડ અમેરિકાના નામે છે. પરંતુ આ માટે તેમણે લિમ્કા રૅકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.