દર્દનાક@રાજકોટ: 3 વર્ષની બાળકીના માથે લિફટ પડતા નિપજયુ મોત, પરિવારજનોમાં ભારે આક્રંદ

 
રાજકોટ

બાળકી લિફ્ટ નીચે હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.આ ઘટનામાં મેરી કાર્કીના નામની માત્ર 3 વર્ષની બાળકીનું મોત થયું છે. પોતાની વ્હાલસોયી દીકરીનું અકાળે મોત થતા પરિવારજનોમાં અત્યારે ભારે આક્રંદ સાથે રૂદન કરી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે પાર્કિંગની લિફ્ટમાં નીચેનો દરવાજો ખુલ્લો હતો. જાણકારી પ્રમાણે બાળકી લિફ્ટ નીચે હતી ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બાળકીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે.

બાળકીના મૃતદેહને PM અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન બની ગઈ છે. વાલીઓએ પોતાના બાળકોની ખાસ સંભાળ રાખવી જોઈએ. જેથી આવી અઘટીત ઘટનાઓ બનતા અટકી જાય. રાજકોટમાં માત્ર સાડા ત્રણ વર્ષની બાળકીનું માથે લિફ્ટ પડવાથી મોત થયું છે. પોતાની વ્હાલસોયી દીકરીનું અકાળે મોત થતા પરિવાર સહિત રહિશોમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને સોસાયટીમાં પોતાના જાણ વિના બહાર ના જવા દવા જોઈએ.