ભારતીય પાયલોટનું પાકિસ્તાન કંઈ બગાડી શકે તેમ નથી, વાંચો પુરો લેખ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય વાયુસેનાના મિરાજ-2000ના વિમાનોએ પાકિસ્તાનમાં આતંકીઓના કેમ્પ ઉપર હૂમલો કરી 350 જેટલા આતંકીઓનો ખાતમો કર્યો હતો. જેથી પોતાના દેશમાં ભારતીય સેનાના હૂમલાથી પાકિસ્તાન રઘવાયું બન્યું હતું. જેથી બુધવાર એટલે કે આજે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નિયમો નેવે મૂકી ભારતીય સીમામાં ઘુસપેઠ કરી હતી. જેના પ્રતિકારરૂપે ભારતે પાકિસ્તાનના એક ફાઈટરને હવામાં જ જ્હાનમમાં પહોંચાડી દીધું.
 
ભારતીય પાયલોટનું પાકિસ્તાન કંઈ બગાડી શકે તેમ નથી, વાંચો પુરો લેખ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય વાયુસેનાના મિરાજ-2000ના વિમાનોએ પાકિસ્તાનમાં આતંકીઓના કેમ્પ ઉપર હૂમલો કરી 350 જેટલા આતંકીઓનો ખાતમો કર્યો હતો. જેથી પોતાના દેશમાં ભારતીય સેનાના હૂમલાથી પાકિસ્તાન રઘવાયું બન્યું હતું. જેથી બુધવાર એટલે કે આજે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નિયમો નેવે મૂકી ભારતીય સીમામાં ઘુસપેઠ કરી હતી. જેના પ્રતિકારરૂપે ભારતે પાકિસ્તાનના એક ફાઈટરને હવામાં જ જ્હાનમમાં પહોંચાડી દીધું.

પાકિસ્તાનના વિમાનનો ખાતમો કર્યા બાદ ભારતીય લડાકુ વિમાન ક્રેસ થઈ ગયું હતું. જેમાં સવાર પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનસિંહ લાપતા હોવાની સત્તાવાર માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપતી હતી. જેને લઈ પાકિસ્તાને પણ સત્તાવાર રીતે અભિનંદન પોતાના કબજામાં હોવાનો એક વિડીયો પ્રકાશીત કરી સ્પષ્ટતા કરી હતી. જેથી ભારતવાસીઓમાં જવાનપ્રત્યે ચિંતાની લાગણી ઉભી થઈ છે. પરંતુ અમે આપના ગરમ લોહીને ઠંડક મળે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ દરમિયાનના નિયમો જણાવવા માંગીએ છીએ. આ નિયમો એવું જણાવે છે કે, પાકિસ્તાન ભારતીય પાયલોટ અભિનંદનસિંહને નુકશાન કરી શકે તેમ નથી.

1863માં આંતરરાષ્ટ્રીય જીનેવા સંધિમાં આ નિયમો ઘડવામાં આવ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ બાદ તેનો અમલ કરવામાં આવ્યો. 190 દેશ આ નિયમો અનુસરી રહ્યા છે. જેનો અનાદર કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ ઉભું થાય છે, આમ કરવાથી પાકિસ્તાનને પરવડે તેમ નથી.

યુદ્ધકેદીના નિયમો શું કહે છેઃ

(1) યુદ્ધકેદીઓને કબજે કર્યા બાદ ડરાવી, ધમકાવી કે અપમાનીત કરી શકાય નહી
(2) કબજે કરાયેલ યુદ્ધ કેદીઓનું નામ, રેન્ક અને જન્મ તારીખ અને સિરીયલ નંબર સિવાય કંઈ પુછી શકાય નહી.
(3) યુદ્ધકેદીઓને ટોર્ચર ના કરી શકાય.
(4) તેમની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહી.
(5) જમાવા સહિત રહેવા માટે યોગ્ય વર્તન કરવું પડે છે.
(6) કબજે કરાયેલ કેદીને યુદ્ધ બાદ સ્વદેશ પરત મોકલી આપવા પડે.
(7) યોગ્ય સારવાર મળવી જોઈએ અને તેમના રોજિંદા કામોમાં અડચણ ઉભી કરી શકાય નહી.

(સંકલનઃકુલદીપસિંહ જાડેજા)