પાકિસ્તાન: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને કોર્ટે ફટકારી સાડા દસ વર્ષની સજા

અટલ સમાચાર,ડેસ્ક પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેટર ફન્ડિંગ મામલામાં મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના મુખિયા હાફિઝ સઈદને સાડા દસ વર્ષની સજા ફટકારી છે. તો હાફિઝ અબ્દુલ રહમાન મક્કીને છ મહિનાની સજા ફટકારી છે. આ પહેલા એફએટીએફમાં કાર્યવાહીના ડરથી હાફિઝ સઈદની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટમાં રજૂ કરવા દરમિયાન જડબેસલાક સુરક્ષા
 
પાકિસ્તાન: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને કોર્ટે ફટકારી સાડા દસ વર્ષની સજા

અટલ સમાચાર,ડેસ્ક

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેટર ફન્ડિંગ મામલામાં મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના મુખિયા હાફિઝ સઈદને સાડા દસ વર્ષની સજા ફટકારી છે. તો હાફિઝ અબ્દુલ રહમાન મક્કીને છ મહિનાની સજા ફટકારી છે. આ પહેલા એફએટીએફમાં કાર્યવાહીના ડરથી હાફિઝ સઈદની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટમાં રજૂ કરવા દરમિયાન જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝ સઈદના પ્રવક્તાને 32 વર્ષની સજા ફટકારી હતી. જમાત-ઉદ-દાવા પ્રવક્તા યાહા મુજાહિદ હતો. આ સજા ટેરર ફન્ડિંગ મામલામાં થઈ છે. કોર્ટે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલા અન્ય બે વ્યક્તિઓને પણ સજા ફટકારી હતી. તેમાં હાફિઝનો ભત્રીજો પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહમાન મક્કી પણ સામેલ હતો. તેને એક વર્ષની સજા ફટકારી હતી.

નોંધનિય છે કે, આ પહેલા એટીસી લાહોરે પંજાબ પોલીસ દ્વારા નોંધવામાં આવેલા આતંકના ફન્ડિંગના બે અન્ય મામલામાં જમાત-ઉદ-દાવાના જફર ઇકબાલ, હાફિઝ અબ્દુલ રહમાન મક્કી અને મુહમ્મદ અશરફને દોષી ઠેરવ્યા હતા. બંન્ને વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમની વિભિન્ન કલમો હેઠખ 16 વર્ષની સામુહિક કારાવાસની સજા ફટકારી હતી.